તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 6th June 2025
ગઢડા તાલુકામાં વાતાવરણમાં પલટો : ઢસા ગામમાં હળવા પવન સાથે વરસાદ શરૂ થયો
ભારે ઉકળાટ અને ગરમી વચ્ચે વરસાદ પડતા લોકોને રાહત મળી

બોટાદઃ ગઢડા તાલુકાના ઢસા ગામમાં મોડી રાતે વરસાદ શરૂ થયો હતો. સાંજના સમયે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને વરસાદ તૂટી પડ્યો હતો. હળવા પવન વચ્ચે ઢસા ગામમાં વરસાદ શરૂ થયો હતો. વાવણી બાદ વરસાદની રાહ જોતા ખેડૂતોને રાહત મળી છે. ભારે ઉકળાટ અને ગરમી વચ્ચે વરસાદ પડતા લોકોને રાહત મળી છે.
ખાંભા ગીર પંથકના ગામડાઓમાં અચાનક સમી સાંજે વાતાવરણમાં પલટો આવ્યો છે. ખાંભા ગીર પંથકમાં વરસાદનું થયું આગમન થયું છે. ખાંભા ગીરના નાના ખડાધાર, બોરાળા, ચકરાવાપરા સહિત ગામોમાં વરસાદ વરસ્યો છે. ચકરાવા ગામની શેરીઓમાં નદી માફક પાણી વહેતા થયા છે. અમરેલી જિલ્લાના ખાંભા ગીર પંથકમાં ભીમ અગિયારસનું શુકન સાચવ્યું છે. ખાંભા ગીરના નાના વિસાવદર, ખડાધાર, મોટા સમઢિયાળા સહિત ગામોમાં પણ વરસાદી માહોલ છવાયો છે.
વડીયા સહિત ગ્રામ્યમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા વરસાદનું આગમન થયું હતું. વડીયાના તોરી, રામપુર, હનુમાન ખીજડિયા, ખાન ખીજડિયા સહિતના ગામોમાં વરસાદ વરસતા ગ્રામજનોનો આકરી ગરમીમાંથી છૂટકારો મળ્યો હતો.
(8:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
