News of Friday, 6th June 2025
આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરી વતન પરત ફરેલા મોરબીના જવાનનું ભવ્ય સ્વાગત.
આર્મીના જવાન રોહિતભાઈ દેગામને લોકોએ હાર પહેરાવી ઘોડા પર બેસાડીને દેશભક્તિના ગીતો સાથે રેલી કાઢવામાં આવી

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : ઇન્ડિયન આર્મીની ટ્રેનિંગસફળતાપૂર્વક પૂર્ણ કરીને વતન પરત ફરેલા રોહિત મનોજભાઈ દેગામાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મોરબીના હાઉસિંગ બોર્ડથી સિલ્વર પાર્ક સોસાયટી સુધી રોહિતભાઈ દેગામાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં ભવ્ય રેલી નીકળી હતી. આર્મીના જવાન રોહિતભાઈ દેગામને લોકોએ હાર પહેરાવી ઘોડા પર બેસાડીને દેશભક્તિના ગીતો સાથે રેલી કાઢવામાં આવી હતી. તિરંગા સાથે લોકો આ રેલીમાં જોડાયા હતા અને દેશભક્તિનો માહોલ છવાયો હતો.
(11:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
