તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Friday, 6th June 2025
મોરબીના જૂના ઘુંટુ રોડ પર સાયકલ સવારને કન્ટેનર ચાલકે હડફેટે લીધો, ગંભીર ઈજા પહોંચતા મોત.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : જૂના ઘુંટુ રોડ પર વૃદ્ધ સાયકલ લઈને જતા હતા ત્યારે કન્ટેનર ચાલકે પુરઝડપે ચલાવી સાયકલને હડફેટે લેતા સાયકલ પાછળના જોટામાં આવી જતા ઈજા પહોંચતા વૃદ્ધનું મોત થયું હતું.
મોરબી પચીસ વારિયામાં રહેતા દિનેશ નથુભાઈ સોલંકીએ કન્ટેનર જીજે ૧૨ એટી ૮૩૮૨ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના પિતાજી નથુભાઈ ભનાભાઈ સોલંકી (ઉ.વ.૬૦) વાળા સાયકલ લઈને જૂના ઘુંટુ રોડ પરથી જતાં હતા ત્યારે કન્ટેનર ચાલકે ગફલતભરી રીતે ચલાવી ફરિયાદીના પિતાને સાયકલ સાથે હડફેટે લીધા હતા અને પાછળના જોટામાં આવી જતાં માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા મોત થયું હતું અને અકસ્માત બાદ કન્ટેનર સ્થળ પર મૂકી ચાલક નાસી ગયો હતો મોરબી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.
(10:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
