News of Friday, 6th June 2025
માળીયા હાઇવે પરથી કારમાં દારૂની હેરાફેરી કરનાર ઝડપાયો: ૮.૭૬ લાખનો મુદામાલ જપ્ત.
કચ્છ તરફથી ઇકો સ્પોર્ટ કારમાં દારૂનો જથ્થો ભરી મોરબી તરફ આવતા હોવાની બાતમી મળતા ટીમે વોચ ગોઠવી હતી

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : માળીયા હાઇવે પરથી કારમાં દારૂની હેરાફેરી કરનાર શખ્શને દબોચી લઈને માળિયા પોલીસે કારમાંથી મળી આવેલ દારૂની ૩૪૭ બોટલ અને કાર સહીત કુલ રૂ ૮.૭૬ લાખનો મુદામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.
માળીયા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન કચ્છ તરફથી ઇકો સ્પોર્ટ કારમાં દારૂનો જથ્થો ભરી મોરબી તરફ આવતા હોવાની બાતમી મળતા ટીમે વોચ ગોઠવી હતી અને માળીયા શહેનશાવલી પાટિયા પાસે કારને આંતરી લઈને તલાશી લેતા દારૂની ૩૪૭ બોટલ મળી આવી હતી.
જેથી પોલીસે ૪,૭૧,૫૦૦ નો દારૂનો જથ્થો, કાર અને મોબાઈલ મળીને કુલ રૂ ૮,૭૬,૫૦૦ નો મુદામાલ કબજે લઈને આરોપી અભિષેક મુકેશ બદીયાણી રહે જામનગર વાળાને ઝડપી લીધો છે અન્ય આરોપી મામા રહે સામખીયાળી વાળાનું નામ અને મોબાઈલ નંબર ખુલતા માળિયા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
(10:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
