તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 7th June 2025
વિશ્વ રક્તદાન દિવસે અમુલ્ય જીવન માટે “મહાદાન કરીએ રક્તદાન કરીને જીવન બચાવીએ” વકતૃત્વ સ્પર્ધા યોજાશે

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : “ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ( ડીપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજરાત સરકાર) ગાંધીનગર” પ્રેરિત “આર્યભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી જિલ્લો દ્વારા આયોજીત “વિશ્વ રક્તદાન દિવસ ” 14 જુન “અમુલ્ય જીવન માટે મહાદાન કરીએ -રક્તદાન કરીને જીવન બચાવીએ” એ નિમિત્તે વક્તૃત્વ સ્પર્ધાનુ આયોજન કરેલ છે.
વિશ્વ રક્તદાન દિવસે કેટેગરી મુજબ આપેલચ વિષયે આ વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લઈ શકો છો.
કેટેગરી :-1 ધોરણ:- 1, 2, 3, 4
કે:-1 વિષય:- તંદુરસ્ત રહેવાં માટે નાં મારાં ઉપાય
કેટેગરી :-2 ધોરણ:-5, 6, 7, 8
કે:-2 વિષય:- સમય ની દરેક ક્ષણ,અને લોહી નાં દરેક કણ અમુલ્ય હોય છે.
કેટેગરી:-3 ધોરણ:-9, 10, 11, 12
કે:-3 વિષય:- આપણાં લોહી નાં થોડાં ટીંપા કોઈની જીંદગી બચાવી છે, માટે રક્તદાન કરીએ.
કેટેગરી :-4 કોલેજ સ્ટુડન્ટ, શિક્ષકશ્રીઓ, તજજ્ઞો, વાલીશ્રીઓ
કે:-4 વિષય:-રક્તદાન એજ મહાદાન
વિશ્વ રક્તદાન દિવસ ની વક્તૃત્વ સ્પર્ધા માં ભાગ લેવા વિડીયો બનાવી નીચે આપેલ કોઈપણ એક (1) વોટસપ નંબર પર મોકલી આપૉ. 98249 12230 / 9727986386
“આપનાં બે “મીઠાં બોલ” બોલવા થી કોઈને શેર લોહી ચડે તો તે પણ ‘રક્તદાન’નો એક પ્રકાર છે.
વિશ્વ રક્તદાન દિવસ ની આ સ્પર્ધા અંગે આપનાં મિત્ર-સર્કલ તથા અન્ય ગૃપો માં પણ જરુર જાણ કરશો.
દિપેનભાઈ ભટ્ટ
“ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ડીપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી-ગુજરાત સરકાર )ગાંધીનગર પ્રેરિત “આર્યભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્ર, ધી વી.સી. ટેક. હાઈસ્કૂલ રૂમ નં. 202 મોરબી.
(12:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
