<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th June 2025

ભીમ અગિયારસ નિમિત્તે સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને 251 કિલો લાડુ અને 108 કિલો સુખડીનો અન્નકૂટ

શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ મારુતિ યજ્ઞનું આયોજન

રાજકોટ તા.૭ :                 સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તારીખ:07-06-2025 ને શનિવારના રોજ સાળંગપુરમાં દાદાને શણગાર  ધરાવવામાં આવ્યો છે. આજે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને વિશેષ વાઘા પહેરાવ્યા છે.    આજે સવારે 5:30 કલાકે  મંગળા આરતી અને  સવારે 7:00 કલાકે  પૂજારી  સ્વામી દ્વારા શણગાર આરતી કરવામાં આવી હતી. શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને 251 કિલો લાડુ અને 108 કિલો સુખડીનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.મંદિર પરિસરમાં આવેલ યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. 

               પૂજારી સ્વામીએ જણાવ્યું કે, આજે ભીમ અગિયારસ નિમિત્તે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને 251 કિલો લાડુ અને 108 કિલો સુખડીનો અન્નકૂટ ધરાવાયો છે. સુરતના એક ભક્તે 15 દિવસની મહેનતે બનાવીને મોકલેલા વાઘા હનુમાનજીને પહેરાવ્યા છે. આ સાથે આજે સાળંગપુર હનુમાનજી મંદિરે ભક્તોનું ઘોડાપૂર છે તમામ ઉતારા અને પાર્કિંગ ફુલ છે. તેમજ હજારો ભક્તોએ પ્રત્યક્ષ  દિવ્ય દર્શનનૉ તેમજ મહાપ્રસાદનો  લાભ લઈ ધન્યતાનો  અનુભવ કર્યો હતો.

(9:21 AM IST)