તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 7th June 2025
જામનગર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ ના પદગ્રહણ સમારોહમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા ઉપસ્થિત

જામનગર::જામનગર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ ના પદગ્રહણ સમારોહમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. શુક્રવારે જામનગરના ધીરુભાઈ અંબાણી વાણિજ્ય ભવન ચેમ્બર ઓફ કોમર્સ ના સભાગૃહ ખાતે યોજાયેલા ચેમ્બર ઓફ કોમર્સના વર્ષ 2025- 27 ના પ્રમુખ તરીકે રમણીકભાઈ અકબરીએ પદગ્રહણ કરી શપથ લીધા હતા. આ તકે ભારત સરકારના શ્રમ અને રોજગાર તેમજ યુવા બાબતો અને રમતગમત વિભાગના કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવીયા ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહ દરમ્યાન જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમ માડમ, જીતુ લાલ સહિતના અગ્રણીઓ અને ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા અને નવનિયુક્ત પ્રમુખને શુભેચ્છાઓ પાઠવી હતી. પદગ્રહણ સમારોહ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ કહ્યું હતું કે, જામનગરમાં ચેમ્બરમાં આવવાના આમંત્રણને સ્વીકારતા વનતારા નિહાળવાનો સ્વાર્થ સાધ્યો હતો. અને આજે જ્યારે જામનગરના મહાજનોને મળ્યો છું ત્યારે ડબલ ખુશી છે.(અહેવાલ:મુકુંદ બદિયાણી,તસવીર:કિંજલ કારસરીયા, જામનગર)
(9:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
