News of Saturday, 7th June 2025
૧૦ વર્ષથી અપહરણના ગુન્હામાં નાસતા-ફરતા જયેન્દ્રસિંહ ઉર્ફે જૈલી જાડેજાને ઝડપી લેતી જામનગર પેરોલ ફર્લો સ્કોડ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૭: પોલીસ મહાનિરીક્ષક અશોક કુમાર યાદવ રાજકોટ વિભાગ રાજકોટ, જામનગર જીલ્લાના પોલીસ વડા પ્રેમસુખ ડેલુ નાઓએ નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા સુચના આપેલ હોય જેથી એલ.સી.બી.ના પોલીસ ઇન્સપેક્ટર વી.એમ.લગારીયાના માર્ગદર્શન મુજબ કાર્યવાહી કરાઈ હતી.
જેમાં ૧૦ વર્ષથી નાસતા ફરતા આરોપી જયેન્દ્રસિંહ ઉર્ફે જૈલી સન/ઓફ હઠીસિંહ સીદુભા જાડેજા ઉ.વ.૩૩ રહે.ભકતીનગર વુલનમીલ વ્હોરા બિલ્ડીંગ સામે, જામનગર વાળાની તપાસ કરતા આરોપીને જામનગર શહેર ખાતેથી પકડી પાડી આગળની ઘટીત કાર્યવાહી થવા સારૂ સીટી સી ડીવી. પોલીસ સ્ટેશન સોંપી મોકલી આપેલ છે.
આ કામગીરી એવ્સ્કોન્ડર/પેરોલ ફર્લો સ્કવોડના પોલીસ સબ ઇન્સપેક્ટર શ્રી એમ.વી.ભાટીયા તથા એ.એસ.આઇ. ગોવિંદભાઇ ભરવાડ, કરણસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, સલીમભાઇ નોયડા, સુરેશભાઇ ડાંગર, ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા મહિપાલભાઇ સાદિયા, હાર્દિકભાઇ ભટ્ટ, તથા પો.કોન્સ. દિલીપસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા તથા એલ.સી.બી.ના હેડ કોન્સ.નિર્મળસિંહ જાડેજા તથા પો.કોન્સ.બંળવતસિંહ પરમાર નાઓ દ્રારા કરવામાં આવેલ છે. (રર.૩)
(10:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
