<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th June 2025

દ્વારકાના મીઠાપુરમાં દારૂની ૧૮૪ બોટલ સાથે ઝડપાયો

 

(દિવ્‍યેશ જટણીયા દ્વારા) મીઠાપુર, તા.૭: ઓખામંડળ તાલુકાનાં મીઠાપુર ગામે મીઠાપુર પોલીસ દ્વારા સર્વેલન્‍સ અને પેટ્રોલિંગ દરમિયાન મળેલ સંયુક્‍ત બાતમી ના આધારે રેડ કરી ભારતીય બનાવટ ની દારૂ ની ૧૮૪ બોટલ અને મોબાઈલ સાથે મળી કુલ ૧,૦૨,૦૦૦ નો મુદામાલ કબજે કરી મહેશ જેઠાભાઇ ચાન્‍પા નામ ના શખ્‍સ ને પકડી ધોરણસર ની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત અન્‍ય ને ઇસમો ની શોધખોળ ચાલુ છે. આ સમગ્ર કાર્યવાહી મીઠાપુર પી આઈ ટી.સી.પટેલ, પો. સબ ઇન્‍સ. એમ.આર. સવસેટા તથા સર્વેલેન્‍સ સ્‍ટાફ ના પો. હેડ.કોન્‍સ. રણવીરસિંહ વખતસિંહ જાડેજા, પો.કોન્‍સ.ભૂપેન્‍દ્રસિંહ મનહરસિંહ જાડેજા તથા ધર્મદિપસિંહ જીતેન્‍દ્રસિંહ જાડેજા વગેરે દ્વારા કરવામાં આવી હતી.

(10:41 AM IST)