તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Saturday, 7th June 2025
‘પોરબંદર ગ્રીન' અભિયાન હેઠળ મોઢવાડા અને વિસાવાડાને દત્તક લેવાયાઃ પ હજારથી વધુ વૃક્ષોનું વાવેતર
શહેર-જીલ્લાને હરિયાળુ બનાવવા અત્યાર સુધીમાં કુલ ૮૬૦૦ વૃક્ષોનું વાવેતર

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૭ :.. ‘પોરબંદર ગ્રીન' અભિયાન હેઠળ મોઢવાડા અને વિસાવાડાને દત્તક લઇને આ બન્ને ગામોમાં પ હજારથી વધુ વૃક્ષોનું વાવેતર કરવાનું આયોજન કરાયું છે.
આપણું પોરબંદર ગ્રીન પોરબંદર અભિયાનના ણેતા રામદેવભાઇ મોઢવાડિયા, પ્રવીણભાઈ ખોરાવા અને ધર્મેશભાઈ પરમાર એ જણાવ્યું હતું કે પોરબંદર શહેરને હરિયાળુ અને રળિયામણું બનાવવા માટે ૧૫,૦૦૦ જેટલા વળક્ષો વાવવાની કામગીરી ધમધમી રહી છે જેમાં અત્યાર સુધીમાં ૮,૬૦૦ જેટલા વળક્ષો વાવી દેવામાં આવ્યા છે અને બાકીના વળક્ષો પણ વાવવામાં આવી રહ્યા છે શહેરના મુખ્ય રસ્તાઓ અને રાજમાર્ગો ઉપર વળક્ષારોપણ બાદ હવે શહેરની શેરી ગલીઓમાં અને સાર્વજનિક પ્લોટમાં વળક્ષારોપણની કામગીરી શરૂ થઈ છે અને તેમાં અમને સ્થાનિક કક્ષાએ લોકોનો સારો સહયોગ મળી રહ્યો છે.
તે ઉપરાંત રામદેવભાઈ મોઢવાડિયા એ જણાવ્યું હતું કે હવે અમે અમારા અભિયાનને ગામડામાં પણ લઈ જવા ની કામગીરી કરી રહ્યા છીએ જેમાં હાલના તબક્કે મોઢવાડા અને વિસાવાડા ગામને દત્તક લેવામાં આવ્યા છે અને અહીંયા ગ્રામજનોના સહકારથી અંદાજે ૫૦૦૦ જેટલા વળક્ષોનું વાવેતર કરવામાં આવશે તેવું જાહેર થયું છે.
ગ્રામ્ય પંથકમાં પણ હરિયાળી ક્રાંતિ લાવી શકાય અને વધુને વધુ વળક્ષારોપણ દ્વારા ગ્લોબલ ર્વોમિંગ જેવી સમસ્યાઓ સામે લડી શકાય તેવા હેતુ સાથે આ અભિયાનને ગામડામાં લઈ જવામાં આવ્યું છે અને ગ્રામ્ય પંથકમાં તો આમ પણ વર્ષોથી લોકોનો સહકાર મળતો રહે છે અને ખેતરના શેઢે અને વાડીઓમાં વળક્ષોનું વાવેતર લોકો કરતા હોય છે.
તેની સાથો સાથ હવે આ બંને ગામમાં સામુહિક રીતે વળક્ષોનું વાવેતર કરીને ૫,૦૦૦ જેટલા વળક્ષો વાવવામાં આવશે જેમાં શાળા સહિત ધાર્મિક સ્થળો અને આજુબાજુના વિસ્તારનો સમાવેશ કરવામાં આવશે તેથી ગ્રામ્ય પંથકમાં પણ અમારા અભિયાનને વેગવંતુ બનાવવા માટે અમે આગળ ધપી રહ્યા છીએ તેમ રામદેવ મોઢવાડિયા દ્વારા જણાવાયું હતું.
(2:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
