તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 7th June 2025
પોરબંદર ગ્રીન ફેઝ-રનો મનસુખભાઇ માંડવીયાની ઉપસ્થિતિમાં પ્રારંભ
પ્રથમ ફેઝમાં સફળતાપુર્વક ૮૬૦૦ વૃક્ષોનો ઉછેરઃ વધુ વૃક્ષો વાવીને શહેર-જિલ્લાને હરીયાળુ બનાવવાનો દ્રઢ નિર્ધાર : પોરબંદર ગ્રીન અભિયાનને જબરો પ્રતિસાદ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૭ : કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયાની ઉપસ્થિતિમાં પોરબંદર ગ્રીન અભિયાનના પ્રથમ ફેઝમાં ૮૬૦૦ વૃક્ષોનો સફળતાપુર્વક ઉછેર કરી દેવામાં આવ્યો છે.
આપણું પોરબંદર ગ્રીન પોરબંદર'ના ણેતા રામદેવભાઈ મોઢવાડીયા, પ્રવીણભાઈ ખોરાવા અને કો-ઓર્ડીનેટર ધર્મેશભાઈ પરમારે જણાવ્યુ છે કે શહેરને હરીયાળુ બનાવવા માટે શહેરીજનોના અને પર્યાવરણપ્રેમી દાતાઓના સહયોગથી મહાઅભિયાન ચાલી રહ્યું છે જેમાં આપણું પોરબંદર ગ્રીન પોરબંદરના પહેલા ફેઝમાં અત્યાર સુધીમાં ૮૬૦૦ જેટલા વળક્ષો વાવવામાં આવ્યા છે અને હવે બીજા ફેઝમાં મળી કુલ ૧૫,૦૦૦ વળક્ષો વાવવાના છ.
પોરબંદર ગ્રીન અભિયાન ફેઝ-ર માં આજે તા. ૭ ને શનિવારે નટવરસિંહજી કલબ ખાતે સાંસદ કેન્દ્રીય કેબીનેટમંત્રી ડો. મનસુખભાઇ માંડવીયા, ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયા, પૂર્વ કેબીનેટમંત્રી બાબુભાઇ બોખીરીયા અને જિલ્લા ભાજપના પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી સહિત વિશાળસંખ્યામાં પર્યાવરણપ્રેમીઓની ઉપસ્થિતિમાં આપણું પોરબંદર ગ્રીન પોરબંદર ફેઝ-૨ની શરૂઆત કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં પોરબંદરની પર્યાવરણપ્રેમી જનતા અને જુદી-જુદી સામાજિક સેવાભાવી સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહયા છે. અગ્રણી રામદેવભાઈ મોઢવાડીયાએ જણાવ્યુ છે કે રાજકોટના સદ્વાવના વળધ્ધાશ્રમના સહયોગથી વળક્ષોનો ઉછેર સારી રીતે થઇ રહ્યો છે અને તેના દાતાને વળક્ષના ગ્રોથનું સ્ટેટસ પણ મોકલવામાં આવશે અને તેના માધ્યમથી દાતાએ આપેલ ડોનેશન લેખે લાગ્યુ હોય તેવુ જણાઈ રહ્યું છે ત્યારે ૩૦૦૦ રૂા.નું ડોનેશન લઈને એક વળક્ષને દત્તક આપવામાં આવે છે જેમાં જ્યાં સુધી તેને પાણીની જરૂરીયાત રહે નહી ત્યાં સુધીના ઉછેરની જવાબદારી સદભાવના વળધ્ધાશ્રમ દ્વારા સંભાળવામાં આવી છે.
વધુને વધુ પોરબંદરવાસીઓ ફેઝ-૨માં સહકાર આપે તેવી અપીલ રામદેવભાઈ મોઢવાડીયા, પ્રવીણભાઇ ખોરાવા અને ધર્મેશભાઈ પરમાર દ્વારા એક યાદીમાં કરવામાં આવી છે.
(11:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
