<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th June 2025

જામનગર જિલ્લાના 1000 કરોડના કામો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કરી ગયા છે : મુળુભાઈ બેરા

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૭ :         જામનગરમાં આજે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં અનેકવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આ તકે વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા એ જણાવ્યું હતું કે જામનગર માટે આનંદનો દિવસ છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આપણી વચ્ચે અનેક વિકાસ કામોના લોકાર્પણ ખાતમુહૂર્ત માટે આવ્યા છે. જામનગર જિલ્લાના 1000 કરોડના કામો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કરી ગયા છે.આજે પણ 400થી વધુ કરોડના કામો લોકાર્પણ ખાતમુહૂર્ત માટે મુખ્યમંત્રી આપણી વચ્ચે આવ્યા છે.આ 20 વર્ષમાં 2500 કરોડના કામો થયા છે.

(11:46 AM IST)