News of Saturday, 7th June 2025
સોમનાથમાં ત્રિવેણી સંગમ ખાતે ગંગાદશેરા પર ગંગા અવતરણ પૂજા અને મહાઆરતી
જિલ્લા કલેકટર એન.વિ. ઉપાધ્યાય સહિતના જોડાયાઃ ગંગા અષ્ટકમ સ્તોત્રના પઠન સાથે કન્યાઓએ શિવજીની જટા પર ગંગાજલ અભિષેક કર્યોઃ ભક્તોએ ત્રિવેણી માતાની મહાઆરતી કરી જળ સ્થાપત્યની સ્વચ્છતાની પ્રતિજ્ઞા લીધી

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ તા.૭: જેઠ શુક્લા દશમી એટલે કે ગંગા દશેરાના પવિત્ર અવસર પર માતા ગંગાનું પળથ્વી પર અવતરણ થયું હોવાનો શાષાોમાં ઉલ્લેખ છે. આ દિવસે ગંગામાતાના દર્શન અને આરતીનું અનેરૂ મહાત્મ્ય છે. આપણી સંસ્કળતિ નદીઓને માતાનો દરજ્જો આપે છે. પ્રભાસ ક્ષેત્રમાં જ્યાં હિરણ, કપિલા, અને સરસ્વતી નદીઓનું સમુદ્ર સાથે સંગમ થાય છે. જ્યાં ભગવાન શ્રીકળષ્ણએ પોતાના બાંધવોની મુક્તિ માટે તર્પણ કર્યું હતું. શાષાોકત રીતે પરમ પવિત્ર ત્રિવેણી સંગમ પર ગંગા દશેરાની ભક્તિમય ઉજવણી કરવામાં આવી હતી.ત્રિવેણી સંગમ ખાતે ગંગામાતાની અવતરણ પૂજા કરવામાં આવી હતી. ગંગા અવતરણનું પાવન દ્રશ્ય સર્જવામાં આવ્યું હતું. કન્યાઓ દ્વારા પવિત્ર ગંગાજળથી શિવજીની પ્રતિમાનો અવિરત અભિષેક કર્યો હતો. ત્યાર બાદ સાયં મહાઆરતી યોજાઇ હતી જેમાં અલૌકિક ધુપ-દિપ સાથે ત્રિવેણી સંગમ ગુંજી ઉઠ્યુ હતુ. ટ્રસ્ટ પરીવાર, સ્થાનીક તીર્થ પૂરોહિતશ્રીઓ સહીત સૌ ભક્તો દ્વારા ત્રિવેણી માઁતાની સુંદર આરતી ઉતારવામાં આવેલી હતી. જેમાં ગીર સોમનાથ જિલ્લા કલેકટર શ્રી એન વી ઉપાધ્યાય, અધિક કલેકટર શ્રી રાજેશ આલ, સહિતના મહાનુભાવો તેમજ સામાજિક અગ્રણીઓ સહિત બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. મહાઆરતી પછી તમામ ભકતોને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું.
તેમજ ગંગાજલથી મહાદેવનો અભિષેક કરનાર બાળાઓને શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી પુરસ્કાર અને પ્રસાદ આપીને વિદાય આપવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં સ્થાનીક તીર્થપુરોહિતશ્રીઓના પરીવારો, ભક્તો આ ધાર્મિક આયોજનમાં બહોળી સંખ્યામાં જોડાયા હતા. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સુચારુ આયોજન સંપન્ન કરવામાં આવ્યું હતું.(
(11:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
