<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th June 2025

પોતાની જાતે બંદુકમાંથી ગોળી મારનાર હળવદના ઉદ્યોગપતિ બકાભાઇ ઠક્કરનું મૃત્‍યુ થતા ઘેરો શોક

 

 ( દીપક જાની દ્વારા ) હળવદ,તા.૭: હળવદના જાણીતા ઉદ્યોગપતિ , વેપારી અને સામાજિક કાર્યકર એવા કિશોરભાઈ ઉર્ફે બકા ભાઈ અમળતલાલ ઠક્કર એ ગત પહેલી જૂન અને  રવિવારે રાત્રે પોતાની લાઇસન્‍સ વાળી રિવોલ્‍વર થી જિંદગી થી કંટાળી ને જાતે લમણે ગોળી મારી હતી. આથી તેઓ ને અમદાવાદ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્‍યા હતા. જ્‍યાં સારવાર કારગત ન નીવડતા તેઓનું આજે મળત્‍યુ થયું છે. આ સમાચારથી તાલુકાભરમાં શોક ની લાગણી ફેલાઈ ગઈ છે. તેઓની અંતિમ યાત્રા ગઇકાલે રાત્રે નીકળી હતી.

(11:52 AM IST)