તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Saturday, 7th June 2025
ચોટીલામાં ચિલઝડપઃ શહેર ક્રાઇમ બ્રાંચે ભેદ ઉકેલી રાજકોટના પ્રેમ અને સાવનને દબોચ્યા
પીઆઇ ગોંડલીયા, ડામોર, જાદવની રાહબરીમાં પીએસઆઈ એસ. વી. ચુડાસમા અને ટીમની કામગીરીઃ ઝડપાયેલા બંને અગાઉ પણ ગુનાઓમાં સંડોવાયા હતાં

રાજકોટ તા. ૭: ચોટીલામાંથી મહિલાના ગળામાંથી સોનાના ચેઇનની ઝોંટ મારી ચિલઝડપ કરવામાં આવી હતી. આ ગુનાનો ભેદ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાંચે ઉકેલી બે રીઢા શખ્સ કુબલીયાપરાના પ્રેમ વિનોદભાઇ કડેવાર (ઉ.વ.૧૯) અને સાવન જીતુભાઇ રાઠોડ (ઉ.વ.૧૯)ને પકડી લઇ ચેઇન કબ્જે કરવા કાર્યવાહી કરી હતી. બનાવ અંગે ચોટીલામાં રહેતાં ૩૩ વર્ષીય યુવાન ચિરાગભાઈ મનહરભાઈ મકાણીએ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે ગઇ તા.૦૧ ના તેમના માતા મધુબેન રામચોક પાસે જલારામ કિરાણા સ્ટોરેથી કરીયાણ લઈ પરત ઘરે આવતી હતા તે શાષાી નગર સોસાયટીમાં લાલાભાઇ સોનીના બંગલા પાસે પહોચતા એક બાઇકમાં બે અજાણ્યા માણસો મોઢે કપડુ બાંધીને આવેલ અને બાઈક પાછળ બેઠેલ અજાણ્યો માણસ નીચે ઉતરેલ અને એકદમ નજીક આવી ગળામાં સોનાનો ચેઇન પહેરેલ હતો તે ઝુંટવી ધક્કો મારીને પાડી દેતા ડૉકની પાછળના ભાગે તથા હાથની કોણીના ભાગે છોલાયેલ હતાં. જેથી રૂ.૪૦ હજારની કિંમતનો સોનાનો ચેઇન અજાણ્યાં શખ્સો ચોરી કરી નાસી છૂટતાં ફરીયાદ નોંધાવી હતી. આ ચિલઝડપનો ભેદ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી ડો.પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ભરત બસીયાની સુચના અને પીઆઈ એમ. આર. ગોંડલીયા, એમ. એલ. ડામોર તથા સી. એચ. જાદવની રાહબરીમાં પીએસઆઈ એસ.વી.ચુડાસમા, એએસઆઇ વિજયભાઇ સોઢા, હેડકોન્સ. કિશનભાઇ પાંભર, કોન્સ. સંજયભાઇ અલગોતર, કરણભાઇ કોઠીવાર, અનુજભાઇ ડાંગર, પોપટભાઇ ગમારા, મહાવીરસિંહ જાડેજા અને અરવિંદભાઇ ફતેપરાએ આ કામગીરી કરી હતી. ઝડપાયેલામાં સાવન અગાઉ છ ગુનામાં અને પ્રેમ બે ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો હતો.
(12:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
