News of Saturday, 7th June 2025
વાંકાનેરના ગારડીમાં સીડીએથી પટકાતાં વૃધ્ધા ધનીબેનનું મોત
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દમ તોડતાં પરિવારમાં શોક

રાજકોટ તા. ૭: વાંકાનેરના ગારીડા ગામે રહેતાં ધનીબેન વાલજીભાઇ સાગઠીયા (ઉ.વ.૬૫) નામના વૃધ્ધા ગત ૨૯/૫ના રોજ સવારે ઘરે હતાં ત્યારે સીડી પરથી પડી જતાં ઇજા થતાં વાંકાનેર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, ધર્મેન્દ્રભાઇ, શક્તિસિંહ સહિતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર ધનીબેનને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પતિ હયાત નથી. બનાવ બન્યો ત્યારે વૃધ્ધા ઘરે એકલા જ હતાં. પરિવારજનો બહારથી આવ્યા ત્યારે તેમને સીડી પાસે પડેલા જોયા હતાં. સારવાર દરમિયાન તેમણે દમ તોડી દીધો હતો.
(1:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
