તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Saturday, 7th June 2025
ભીમ અગિયારસનું વરસાદે સીમીત વિસ્તારમાં મુહુર્ત સાચવતા ખેડુતોને સારા વરસાદની આશા
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર- કચ્છમાં સવારથી અસહય ઉકળાટ

પ્રથમ તસ્વીરમાં આટકોટ પંથકમાં વરસેલ વરસાદ બાદ વાવણીનું મુહુર્ત સાચવતા ખેડૂત, બીજી તસ્વીરમાં ગોંડલમાં વરસાદ તથા સંધ્યા ખીલી હતી. તે નજરે પડે છે.(તસ્વીરઃ કરશન બામટા-આટકોટ, ભાવેશ ભોજાણી-ગોંડલ)
રાજકોટ, તા. ૭: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના અમુક વિસ્તારોમાં ગઇકાલે ભીમ અગિયારસનું વરસાદે મુહુર્ત સાચવતા ખેડૂતોને વધુ વરસાદની આશા બંધાઇ છે.
ગઇકાલે આટકોટમાં ૧ ઇંચ વરસાદ પડયો હતો અને ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, જુનાગઢ જીલ્લામાં વરસાદ પડયો હતો. આજે સવારથી રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં અસહય ઉકળાટ યથાવત છે.
ગોંડલ
ગોંડલઃ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કાલે સાંજે ધોધમાર વરસાદ પડતા ઠંડક પ્રસરી ગઇ હતી.
આટકોટ
(કરશન બામટા દ્વારા) આટકોટઃ જસદણ પંથકમાં ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ આટકોટ જસાપર જીવાપર સહિત વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો ખેડૂતો માં આનંદની લાગણી ફેલાઈ ગઈ આખો દિવસ ગરમી અને ઉકળાટ રહ્યા બાદ વિજળીના કડાકાભડાકા સાથે ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો વાવણીલાયક વરસાદ થતાં ખેડૂતો વાવણી કરશે.
ભીમ અગિયારસ ની શુકનવંતી વાવણી લાયક વરસાદ વરસ્યો હતો જેથી ખેડૂતો માં આનંદની લહેર ફેલાઈ ગઈ હતી ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો વિજળી નાં કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો વાહનચાલકો લાઈટો ચાલુ રાખી વાહન ચલાવવું પડ્યું હતું ભીમ અગિયારસ ની શુકનવંતી વાવણી લાયક વરસાદ વરસ્યો હતો ખેડુતો સવારમાં બળદો ને તિલક કરી વાવણી નો આરંભ કરશે જેમણે કુવામાં પાણી હોય તેને અગાવ વાવેતર કરેલ તેને આ વરસાદ લાભદાયક થયો છે ગુંદાળા રોડ પર ગોવીદડી છલકાઈ હતી ખેતરમાં પાણી ભરાઈ હતાં જ્યારે અડધી સીમમાં હજું વરસાદ બાકી રહ્યો હતો.(
(12:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
