<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th June 2025

સાવરકુંડલામાં ઈદુલ ઉલ અઝહાની કોમી એકતા અને ભાઈચારા સાથે ઉજવણી

 

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા.૭: સાવરકુંડલા ખાતે પીર સૈયદ સરકાર મુનીરબાપુ કાદરી ની આગેવાની નજરો કરમથી અત્રે ની જુમ્‍મા મસ્‍જિદ ખાતે થી એક સવારી નીકળી હતી આ સવારી શહેરના વિવિધ વિસ્‍તારમાં ફરી ઇદગાહ એ નમાજ ના રૂપમાં ફેરવાઈ ગયેલ હતી ત્‍યાં હજારો મુસ્‍લિમ બિરાદરો એ ઈદુલ ઉલ અઝાહા  સામૂહિક નમાજ અદા કરી હતી અને ભારત દેશમાં કોમી એકતા અને ભાઈચારાની લાગણી  જળવાઈ રહે દેશ પ્રગતિના શિખરોસર કરે તેવી દુઆ કરવામાં આવી હતી

સાદાતે કિરામ ઉલ્‍માંએ કીરામ  વિવિધ જમાતના પ્રમુખો આગેવાનો હજારો સંખ્‍યામાં લોકો એ નમાજ અદા કરી હતી.

(1:17 PM IST)