<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th June 2025

પોરબંદરમાં ફુડ સેફટી નિયમોનું પાલન નહીં કરનારા ૬ ધંધાર્થીઓને ૪પ૦૦નો દંડ

મહાનગરપાલિકા દ્વારા નાસ્‍તાગૃહ ભોજનાલય તથા ઠંડાપીણા, મીઠાઇ, ફરસાણની દુકાનો અને લારીઓમાં ચેકિંગ મહાનગરપાલિકા દ્વારા ગાર્ડનમાં સફાઇ અને વૃક્ષની નડતરરૂપ ડાળીઓને કાપવાની કામગીરીઃ વિવિધ વિસ્‍તારોમાં બંધ ૯૩ સ્‍ટ્રીટ લાઇટોનું રીપેરીંગ

પોરબંદર, તા. ૭: ફુડ સેફટી નિયમોનું પાલન નહીં કરનારા નાસ્‍તાગૃહ, ઠંડાપીણા, મીઠાઇ અને ફરસાણના ૬ વેપારીઓને મહાનગર પાલિકાના ફુડ ચેકિંગ વિભાગે કુલ ૪પ૦૦ નો દંડ કર્યો હતો.

મ્‍યુનિસીપલ કમિશનરશ્રી તથા નાયબ કમિશનરશ્રી (પ્રોજેકટ)ની સુચનાથી  ઇલેક્‍ટ્રિક વિભાગ દ્વારા છાંયા તથા રાંઘાવાવ, સાંદિપની વિસ્‍તાર, નવી ખડપીઠ ઝુંડાળા, કોળીવાડ, નાગરવાડો, વોરાવાડ, બોખીરા, જ્‍યુબેલી, ભાટિયા બજાર, કુંભારવાડો, ખાડી વિસ્‍તાર, ખાપટ જેવા અનેક વિસ્‍તારોમાં કુલ ૯૩ સ્‍ટ્રીટ લાઇટોનું રીપેરીંગ કરવામાં આવેલ છે.

ફૂડ વિભાગની ટીમ દ્વારા શહેરના નવયુગ વિદ્યાલય વિસ્‍તાર, એસ.ટી.રોડ વિસ્‍તાર અને રોકડિયા હનુમાન મંદિર માર્કેટિંગ યાર્ડ વિસ્‍તારમાં નાસ્‍તાગળહ, ભોજનાલય, બેકરી, આઇસ્‍ક્રીમ શોપ, સોડાશોપ, રસલારી, ઠંડાપીણા, મીઠાઇ, ફરસાણ વગેરેનું વેચાણ કરતા ધંધાર્થીઓની દુકાન અને લારીમાં ચેકીંગ કરવામાં આવેલતેમજ ફ્રુટન વેચાણ કરતા ધંધાર્થીઓનું ચેકિંગ કરવામાં આવેલ છે અને ફૂડ સેફટીના નિયમોનું પાલન કરવા સૂચના આપવામાં આવેલ છે. અને આ ધંધાર્થીઓને ત્‍યાં ચેકીંગ કરતા ચેકીંગમાં ફૂડ સેફટી અંગેનું પાલન થતુ ન હોય આવા કુલ ૬ ધંધાર્થીઓ પાસેથી કુલ રૂ.૪૫૦૦/- નો વહીવટી ચાર્જ વસુલ કરેલ છે.

વોટર વકર્સ વિભાગ દ્વારા આજ રોજ વોર્ડ નં ૧ થી ૧૩ માં સુપરવિઝન કરવામાં આવેલ જેમાં શિવમ સોસાયટી વિસ્‍તારમાં વાલ્‍વ રીપેરીંગ તેમજ અને સુભાષનગર વિસ્‍તારમાં પાણીનો ટાંકો સાફ કરાવવામાં આવેલ છે. ગાર્ડન વિભાગ દ્વારા રૂપાળીબાગ, કમલા નેહરૂ પાર્ક, રાણીબાગ, ચોપાટી વિલ્લા ગાર્ડન, વાડીપ્‍લોટ શાકમાર્કેટ ગાર્ડન, નાગાર્જુન સિસોદિયા ગાર્ડન, વનાળા ગાર્ડન જેવા અનેક ગાર્ડનની સફાઇ તેમજ છાંયા રામરાજ સોસાયટી વળક્ષોની નડતરરૂપ ડાળીઓનું ટ્રીમીંગ કરવામાં આવેલ છે. તેમ નાયબ મ્‍યુનિસિપલ કમિશનર(વ) પોરબંદર મહાનગરપાલિકાની યાદીમાં જણાવાયું છે

(1:30 PM IST)