<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th June 2025

અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો: ખાંભા ગીર પંથકના ગામડાઓમાં પવન સાથે અનરાધાર વરસાદ

ખાંભામાં ધોધમાર વરસાદ વરસ્તા ખેડૂતોમાં હરખની હેલી: ભાડ, નાના વિસાવદર, ઉમરીયા, નાનુડી સહિત ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો: નાના વિસાવદર અને ભાડ ગામની શેરીઓમાં વરસાદી પાણી વહેતા થયા

અમરેલી :હવામાન વિભાગની આગાહીને પગલે  અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. અમરેલીના ખાંભા ગીરના ગામડાઓમાં વરસાદની તોફાની બેટિંગ કરી છે. ખાંભા ગીર પંથકના ગામડાઓમાં પવન સાથે અનરાધાર વરસાદ વરસ્યો છે. 

અમરેલીના ખાંભામાં ધોધમાર વરસાદ વરસ્તા ખેડૂતોમાં હરખની હેલી જોવા મળી રહી છે. ખાંભામાં સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું, બપોર બાદ અચાનક અનરાધાર વરસાદ વરસ્તા કાળઝાળ ગરમીમાંથી રાહત મળી છે. ખાંભા તાલુકાના ગીર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેમાં ખાંભા ગીરના ભાડ, નાના વિસાવદર, ઉમરીયા, નાનુડી સહિત ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. 

ખાંભાના ગ્રામ્ય વિસ્તારમાં વાવણી લાયક વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. નાના વિસાવદર અને ભાડ ગામની શેરીઓમાં વરસાદી પાણી વહેતા થયા છે. ખાંભા ગીરના ગામડાઓમાં સારો વરસાદ થતા જગતનો તાત ખુશ ખુશાલ જોવા મળી રહ્યો છે.  ખેડૂતોને વાવણી લાયક વરસાદ વરસ્તા હવે ખેડૂતો હાશકારો અનુભવી રહ્યા છે

(7:38 PM IST)