તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
News of Saturday, 7th June 2025
સુરેન્દ્રનગરમાં ક્રેડિટ સોસાયટીની લોભામણી જાહેરાતમાં 144 લોકો છેતરાયા: પ્રમુખ સહીત નવ વિરુદ્ધ ચોટીલામાં 1.80 કરોડથી વધુની છેતરપિંડી ફરિયાદ
ચામુંડા ક્રેડિટ સોસાયટીના પ્રમુખ અરજણ ખાંભલા અને અન્ય નવ શખ્સો વિરુદ્ધ 1.80 કરોડથી વધુની છેતરપિંડી ફરિયાદ: લાંબા ગાળાની બચત માટે સુવર્ણ તક એટલે સુવર્ણબચત યોજના..આપની બચતનો યોગ્ય ઉપયોગ કરો અને આપના સપના સાકાર કરો..આવા લોભામણા શબ્દો

સુરેન્દ્રનગરમાં લોભામણી લાલચમાં 144 લોકો છેતરાયા છે.. ચોટીલા પોલીસ મથકે છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ છે. ચામુંડા ક્રેડિટ સોસાયટીના પ્રમુખ અરજણ ખાંભલા અને અન્ય નવ શખ્સો વિરુદ્ધ 1.80 કરોડથી વધુની છેતરપિંડી ફરિયાદ નોંધાઈ છે. ચામુંડા ક્રેડિટ સોસાયટીના નામે લોકોને લોભામણી જાહેરાત આપી તેમની પાસેથી પૈસા ખંખેર્યા હતા. લોકો પાસેથી 1 હજાર રૂપિયાથી લઇને 16 લાખ સુધીના રૂપિયા પડાવાયા હતા. લાંબા ગાળાની બચત માટે સુવર્ણ તક એટલે સુવર્ણબચત યોજના..આપની બચતનો યોગ્ય ઉપયોગ કરો અને આપના સપના સાકાર કરો..આવા લોભામણા શબ્દો દ્વારા રોકાણકારોને સ્કીમમાં પૈસા રોકવા માટે લલચાવવામાં આવ્યા હતા.
રોકાણકારોને દૈનિક 100 રૂપિયાથી લઇને 1 હજાર રૂપિયા સુધીના રોકાણના વિકલ્પ આપવામાં આવ્યા હતા. રાજકોટ, ચોટીલા, થાનગઢ અને સાયલા એમ ચાર ઠેકાણે આ ક્રેડીટ સોસાયટીની ઓફિસ આવેલી હતી.
(7:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
