<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th June 2025

ભાવનગરના ઘોઘાના ખોખરા ગામના વીર સપૂત કાશ્મીરમાં શહીદ : ગામમાં શોકનું મોજું ફરી વળ્યું

જયદીપ ડાભી માત્ર ચાર દિવસ પહેલાં જ પોતાના વતન મોટા ખોખરાથી ફરજ પર પરત ફર્યા હતા.

ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના મોટા ખોખરા ગામના સપૂત, અગ્નિવીર જવાન જયદીપ ડાભી (ઉંમર 23 વર્ષ) દેશની સેવા કરતા કાશ્મીરમાં શહીદ થયાના સમાચાર મળતા જ સમગ્ર ભાવનગર જિલ્લા અને ખાસ કરીને મોટા ખોખરા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, જયદીપ ડાભી માત્ર ચાર દિવસ પહેલાં જ પોતાના વતન મોટા ખોખરાથી ફરજ પર પરત ફર્યા હતા. અને કાશ્મીરમાં દેશસેવા કરી રહ્યા હતા. તેમની શહાદતથી પરિવારજનો અને ગ્રામજનો ઊંડા શોકમાં ગરકાવ થઈ ગયા છે. જયદીપ ડાભી થોડા મહિનાઓ પહેલા જ તેમની ટ્રેનિંગ પૂરી કરીને સેનામાં જોડાયા હતા. તેમના શહાદતના સમાચાર મળતા જ ગામમાં માતમ છવાઈ ગયો છે.

ઘોઘા મામલતદારના જણાવ્યા મુજબ, વીર શહીદ જવાન જયદીપ ડાભીનો પાર્થિવદેહ આવતીકાલે તેમના વતન મોટા ખોખરા ખાતે લાવવામાં આવશે. આર્મીના નીતિ-નિયમ મુજબ, સંપૂર્ણ સન્માન સાથે 'ગાર્ડ ઓફ ઓનર' આપીને વીર જવાનના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

(9:09 PM IST)