<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th June 2025

માધવપુર પોલીસે જાહેરમાં ચાલતો જુગાર પકડી પાડ્યો : 7 જુગારીઓ ₹21,130 રોકડ સાથે ઝડપાયા!

પોરબંદર જિલ્લામાં દારૂ/જુગારની બદી નાબૂદ કરવાની ઝુંબેશ અંતર્ગત માધવપુર પોલીસે બાતમી આધારે કાર્યવાહી કરી : રામદેવપીર મંદિર વાડી વિસ્તારમાંથી દરોડો પાડી પ્રશંસનીય કામગીરી કરી

પરેશ પારેખ દ્વારા, પોરબંદર, : જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાંજડીયા અને પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા પોરબંદર જિલ્લામાં દારૂ/જુગારની બદીને સદંતર નેસ્તનાબૂદ કરવા માટે ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઝુંબેશના ભાગરૂપે, રાણાવાવ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ધ્રુવલ સુતરિયાના માર્ગદર્શન હેઠળ માધવપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે.એન. ઠાકરીયાની સૂચના અન્વયે માધવપુર પોલીસે જુગારધારાનો એક ગણનાપાત્ર કેસ શોધી કાઢી પ્રશંસનીય કામગીરી કરી છે.
બાતમી આધારે દરોડો:
માધવપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન, પોલીસ કોન્સ્ટેબલ ધર્મેશભાઈ ગોવિંદભાઈને ખાનગી રાહે બાતમી મળી હતી કે, માધવપુર ગામના રામદેવપીર મંદિર વાડી વિસ્તારમાં જાહેર રસ્તામાં અમુક ઇસમો ગોળ કુંડાળું વળી પૈસા-પાના વડે તીન-પત્તીનો હાર-જીતનો જુગાર રમી રહ્યા છે. આ હકીકતના આધારે, પોલીસે તાત્કાલિક સદર જગ્યાએ જઈને રેઇડ કરી હતી.
7 જુગારીઓ મુદ્દામાલ સાથે ઝડપાયા:
રેઇડ દરમિયાન, પોલીસે જાહેરમાં સાત ઇસમોને ગોળ કુંડાળું વળી પૈસા-પાના વડે હારજીતનો જુગાર રમતા રંગેહાથ પકડી પાડ્યા હતા. પકડાયેલા તમામ ઇસમો પાસેથી જુગારનું સાહિત્ય અને કુલ ₹21,130 રોકડ રકમનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસે જુગાર ધારા કલમ 12 મુજબનો ગુનો નોંધી, વધુ તપાસ હાથ ધરી છે.
પકડાયેલ આરોપીઓ અને મુદ્દામાલ:
 * આરોપીઓ:
   * અરવિંદ ધનાભાઈ કરગટીયા
   * મેરામણ મુળુભાઈ ડાભી
   * લીલાભાઈ જાદવભાઈ કરગટીયા
   * ભરત સવદાસભાઈ બાલસ (આ ચારેય માધવપુર ગામ, તા.જી. પોરબંદરના રહેવાસી)
   * કાના પરબતભાઈ કરગટીયા
   * ઉકા વેજાભાઈ વાસણ
   * ભૂરા સામતભાઈ ડાભી (આ ત્રણેય મૂળ માધવપુર ગામ, તા.જી. પોરબંદરના રહેવાસી)
 * કબજે કરાયેલ મુદ્દામાલ:
   * રોકડા ₹21,130
   * ગંજીપત્તાના પાના નંગ-52
કામગીરીમાં રોકાયેલા પોલીસકર્મીઓ:
આ સફળ કામગીરીમાં માધવપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે.એન. ઠાકરીયા, પોલીસ હેડ કોન્સ્ટેબલ સી.એચ. સોલંકી, પોલીસ કોન્સ્ટેબલ રાહુલભાઈ રામજીભાઈ, અને પોલીસ કોન્સ્ટેબલ ધર્મેશભાઈ ગોવિંદભાઈ સહિતના સ્ટાફના માણસો રોકાયેલા હતા. આ કામગીરીથી જિલ્લામાં જુગારની બદીને અંકુશમાં લેવાના પોલીસના પ્રયાસોને વધુ વેગ મળ્યો છે.

 

(9:54 PM IST)