<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th June 2025

મોરબીમાં ક્રીપ્ટો કરન્સીમાં રોકાણના નામે ૧.૫૧ કરોડની ચીટીંગ કરનાર ત્રણ આરોપીના રિમાન્ડ મંજુર.

ત્રણ આરોપીને ઝડપી લીધા, ૩ દિવસના પોલીસ રિમાન્ડ મંજુર.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબીના વેપારીને ક્રીપ્ટો કરન્સીમાં રોકાણ કરી કમાવવાની લાલચ આપી વોટસએપ મારફત સંપર્ક કરી દોઢ કરોડથી વધુની રકમનું રોકાણ કરાવી બાદમાં રોકાણ કરેલ રૂપિયા પરત ના આપી વિશ્વાસઘાત અને છેતરપીંડી આચરી હોવાની ફરિયાદ નોંધાવી હતી સાયબર ક્રાઈમ ટીમે તપાસ ચલાવી હતી અને ત્રણ આરોપીને ઝડપી લઈને ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ મેળવ્યા છે.
મોરબીના કાયાજી પ્લોટમાં પ્રમુખ હાઈટ્સમાં રહેતા નૈમિષ કનૈયાલાલ પંડિત (ઉ.વ.૩૯) નામના વેપારી યુવાને આરોપીઓ વોટસએપ નંબર મો.નં. +919157782692 ના ધારક તથા મો નં +૮૫૨૬૫૪૭૭૮૦૧ ના ધારક તેમજ વિવિધ બેંક એકાઉન્ટ ધારકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે ગત તા. ૦૪-૦૫ થી તા. ૨૧-૦૫ સુધીના સમય દરમિયાન આરોપીઓએ ગુનાહિત કાવતરું રચી વોટ્સએપ દ્વારા વાતચીત કરી ઓનલાઈન યુ.એસ.ડી.ટી. ક્રીપ્ટો કરન્સીમાં રોકાણ કરાવી વોટ્સએપ દ્વારા વાતચીત કરી રૂપિયા કમાવવાની લોભામણી લાલચ આપી વિશ્વાસ કેળવી બાદમાં અલગ અલગ બહાના હેઠળ ફરિયાદી નૈમિષ પાસેથી કુલ રૂ ૧,૫૧,૦૨,૫૦૦ રોકાણ કરાવ્યું હતું રોકાણ કરેલ રૂપિયા આજદિન સુધી પરત નહિ આપી વિશ્વાસઘાત છેતરપીંડી આચરી હોવાની ફરિયાદ નોંધાવી છે મોરબી સાયબર ક્રાઈમ પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી હતી.
સાયબર ક્રાઈમ પીઆઈ કે કે દરબારની ટીમે સાયબર ફ્રોડના ગુનામાં આરોપી રાકેશભાઈ સોલંકી, રાકેશભાઈ રાઠવા અને અરવિંદભાઈ પરમાર એમ ત્રણ આરોપીને ઝડપી લીધા છે અને કોર્ટમાં રજુ કરતા કોર્ટે ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ મંજુર કર્યા છે તેમજ ગુનામાં અન્ય ઈસમોની સંડોવણી છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ ચલાવી છે

(10:06 PM IST)