<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th June 2025

સૌરાષ્ટ્રમાં બે ભીષણ અકસ્માત: ચાર લોકોના મોત, સંખ્યાબંધ ઘાયલ

સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા: ટ્રક-બાઈક અકસ્માતમાં ત્રણ યુવકોનો ભોગ લેવાયો

સુરેન્દ્રનગર, શનિવાર: સૌરાષ્ટ્રમાં ફરી એકવાર માર્ગ અકસ્માતોએ મોતનો તાંડવ રચ્યો છે. સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા રોડ પર દુધરેજ ફાટક નજીક ટ્રક અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ભીષણ ટક્કરમાં બાઈકસવાર ત્રણ યુવકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. ટ્રક ચાલક અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો હતો, જેને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

(11:27 AM IST)