<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th June 2025

તાલાલા માર્કેટ યાર્ડમાં કેરીની વધતી આવક વચ્ચે કેરીના 10 કિલોનો ઉંચો ભાવ 1150 રૂપિયા બોલાયો : જુઓ સંપુર્ણ યાદી

તાલાલા માર્કેટિંગ યાર્ડમાં કુલ 1850 બોક્સ કેરીની આવક થઇ: ગઇકાલે 980 બોક્સ કેરીની આવક થઇ હતી.

તાલાલા માર્કેટ યાર્ડમાં કેસર કેરીની આવક શરૂ થઇ ગઇ છે. આજે તાલાલા માર્કેટ યાર્ડમાં કેરીનો 10 કિલોનો ઉંચો ભાવ 1150 રૂપિયા સુધી બોલાયો છે. જ્યારે નીચો ભાવ 300 રૂપિયા બોલાયો છે. 7 જૂનના રોજ તાલાલા યાર્ડમાં કેસર કેરીનો 10 કિલોનો ઉંચો ભાવ 880 રૂપિયા અને નીચો ભાવ 260 રૂપિયા બોલાયો હતો.

તાલાલા માર્કેટીંગ યાર્ડ બજાર સમિતિ દ્વારા અનુસાર આજે તાલાલા માર્કેટિંગ યાર્ડમાં કુલ 1850 બોક્સ કેરીની આવક થઇ છે. ગઇકાલે 980 બોક્સ કેરીની આવક થઇ હતી.

(5:37 PM IST)