News of Sunday, 8th June 2025
મોરબીમાં dysp ની ખોટી ઓળખ આપી રૂ. ૩૦,૦૦૦ ગૂગલ પે કરાવી ચીટીંગ: ત્રણ વિરુદ્ધ ફરિયાદ.
ફોનમાં વાતચીત કરી ડરાવી ધમકાવી રૂપિયાની લેતીદેતી બાબતનો પ્રશ્ન સોલ્વ કરાવી આપવાના બહાને ખોટા નામથી છેતરપીંડી કરી

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબીના વેપારીને જુના ધંધાની પૈસાની લેતીદેતી હોય જે મામલે અન્ય ઇસમેં dysp ની ખોટી ઓળખ આપી રૂપિયા ૩૦ હજાર ગૂગલ પે કરાવી ચીટીંગ કરી ત્રણ આરોપીઓએ છેતરપીંડી આચરી હોવાની ફરિયાદ નોંધાવી છે.
મોરબીના રવાપર ઘુનડા રોડ પર રહેતા અમિતકુમાર દલીચંદભાઈ વરમોરા (ઉ.વ.૩૯) આરોપીઓ દિલીપ વાઘજીભાઈ જીવાણી (રહે મોરબી વિજયનગર), હિતેષ કેશવજી કામરીયા (રહે હડમતીયા તા. ટંકારા )અને હિમાંશુ ભટ્ટ નામનો વ્યક્ત એમ ત્રણ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે આરોપી દિલીપના કહેવાથી આરોપી હિતેષ કામરીયાએ રાજ્ય સેવક નહિ હોવા છતાં ખોટું નામ ધારણ કરી dysp તરીકે ઓળખ આપી ફોનમાં વાતચીત કરી ડરાવી ધમકાવી રૂપિયાની લેતીદેતી બાબતનો પ્રશ્ન સોલ્વ કરાવી આપવાના બહાને ખોટા નામથી છેતરપીંડી કરી હતી અને આરોપી હિમાંશુ ભટ્ટના મોબાઈલ પર ૩૦,૦૦૦ ગૂગલ પે કરાવી ગુનો આચર્યાની ફરિયાદ નોંધાવી છે મોરબી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
(7:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
