News of Sunday, 8th June 2025
મોરબીના મકનસર ગામ નજીક કારની ઠોકરે ૧૦ વર્ષની બાળકીને ઈજા.
એક્સેલ સિરામિક સામે સર્વિસ રોડ પર હડફેટે લઈને પગે ફ્રેકચર જેવી ઈજા કરી

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબીના મકનસર ગામ નજીક કાર ચાલકે પુરઝડપે ચલાવી બાળકીને ઠોકર મારતા ૧૦ વર્ષની બાળકીને પગે ફ્રેકચર જેવી ગંભીર ઈજા પહોંચાડી હતી મોરબી તાલુકા પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે.
મૂળ દેવભૂમિ દ્વારકા હાલ વાંકાનેરના મિલ પ્લોટમાં રહેતા કવિતાબેન રમણીકભાઈ સોલંકી (ઉ.વ.૨૭) એ કાર જીજે ૩૬ આર ૯૮૫૫ ના ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે કાર ચાલકે પોતાની કાર પુરઝડપે ચલાવી ફરિયાદીની દીકરી ઢબુ (ઉ.વ.૧૦) વાળીને મકનસર ગામે એક્સેલ સિરામિક સામે સર્વિસ રોડ પર હડફેટે લઈને પગે ફ્રેકચર જેવી ઈજા કરી હતી મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
(7:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
