<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th June 2025

ભાવનગરમાં કોરોના કેડો મુકતો નથી : વધુ પાંચ કેસ નોંધાયા : કુલ 23 દર્દીઓ હોમ આઇસોલેશનમાં સારવાર હેઠળ

આંબાવાડીમાંથી 55 વર્ષીય પુરુષ, 45 વર્ષીય સ્ત્રી, 67 વર્ષીય વૃદ્ધ તેમજ વિદ્યાનગરમાંથી 70 વર્ષીય વૃદ્ધા અને અનંતવાડીમાંથી 24 વર્ષીય યુવાન સહિત કુલ 5 વ્યક્તિઓને કોરોના વળગ્યો

( વિપુલ હિરાણી દ્વારા )  ભાવનગર : ભાવનગરમાં કોરોનાના કોરોનાના કેસ હવે રોજિંદા બની ગયા છે. આજે રવિવારે પણ શહેરમાં પાંચ પોઝિટિવ કેસ નોંધાયા છે.

ભાવનગરમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે .આજે ભાવનગર શહેરના આંબાવાડી વિસ્તારમાંથી 55 વર્ષીય પુરુષ,આંબાવાડી વિસ્તારમાંથી 45 વર્ષીય સ્ત્રી,આંબાવાડી વિસ્તારમાંથી 67 વર્ષીય વૃદ્ધ,વિદ્યાનગરમાંથી 70 વર્ષીય વૃદ્ધા અને અનંતવાડીમાંથી 24 વર્ષીય યુવાન સહિત કુલ 5 વ્યક્તિઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવેલ છે.
હવે ભાવનગરમાં કોરોના ના  કુલ 23 દર્દીઓ હોમ આઇસોલેશનમાં સારવાર હેઠળ છે


 

(8:31 PM IST)