<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th June 2025

મોરબીની મચ્છુ નદીના કાંઠે મકરાણીવાસમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબીની મચ્છુ નદીના કાંઠે મકરાણીવાસમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ જુગારીને ઝડપી લઈને પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મકરાણીવાસમાં બાતમીને આધારે રેડ્ કરી હતી જાહેરમાં જુગાર રમતા સલીમ અજીત મકરાણી, સમસુદીન તાજુદીન મકરાણી, સલીમ અદરેમાન મકરાણી એમ ત્રણને ઝડપી લઈને રોકડ રૂ ૧૧૦૦ જપ્ત કરી છે.

(9:48 PM IST)