<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th June 2025

આ વર્ષે કેસર કેરીના એક્સપોર્ટમાં નોંધપાત્ર ઘટાડો :માત્ર 20-25 દિવસ જ ચાલી તાલાલા ગીરની કેસર કેરીની નિકાસની સીઝન

યુકેમાં ગત વર્ષે પ્રતિ કિલોનો ફ્લાઇટ રેટ 290 રૂપિયાથી ઘટીને 207 રૂપિયા થયો પરંતુ કેરીની ગુણવત્તા જળવાઈ નથી: ઓસ્ટ્રેલિયામાં દર વર્ષે 40-45 ટનની માગ છતાં મુંબઈના રેડિયેશન પ્લાન્ટ બંધ હોવાથી નિકાસ અટકી

ગીર સોમનાથના તાલાલાની જગવિખ્યાત કેસર કેરી વિદેશોમાં એક્સપોર્ટ થઈ રહી છે. ખાસ કરીને તાલાલાથી એક્સપોર્ટ કરવા માટે કેસર કેરીનું ગ્રેડિંગ કરવામાં આવે છે અને સાથે સાથે આંતરરાષ્ટ્રીય ધારા ધોરણનું પાલન કરવાની સાથે એક્સપોર્ટ કરવામાં આવે છે. પરંતુ કમોસમી વરસાદની અસરથી આ વર્ષે કેસર કેરીના એક્સપોર્ટમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. વરસાદની અસરથી કેસર કેરીની ક્વોલિટી બગડી છે.

જગવિખ્યાત તાલાલાની કેસર કેરી વિદેશોમાં એક્સપોર્ટ થઈ રહી છે ખાસ કરીને તાલાલાથી એક્સપોર્ટ કરવા માટે કેસર કેરીનું ગ્રેડિંગ કરવામાં આવે છે અને સાથે સાથે આંતરરાષ્ટ્રીય ધારા ધોરણનું પાલન કરવાની સાથે એક્સપોર્ટ કરવામાં આવે છે પરંતુ કમોસમી વરસાદની અસરથી આ વર્ષે કેસર કેરીના એક્સપોર્ટમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.વર્ષ 2015-16થી 2020 સુધી દર વર્ષે 450થી 500 ટન કેસર કેરીની નિકાસ થતી હતી.જે આ વર્ષે ઘટીને માત્ર 100 ટન જેટલી જ રહેવાનો અંદાજ છે.વરસાદની અસરથી કેસર કેરીની ક્વોલિટી બગડી છે .

17 વર્ષના અનુભવી એક્સપોર્ટર દીપક ચાંદેગરાના જણાવ્યા મુજબ, આ વર્ષે કાર્ગોનું ભાડું ઘટ્યું છે. યુકેમાં ગત વર્ષે પ્રતિ કિલોનો ફ્લાઇટ રેટ 290 રૂપિયાથી ઘટીને 207 રૂપિયા થયો છે. પરંતુ કેરીની ગુણવત્તા જળવાઈ નથી.તેમણે વધુમાં જણાવ્યું કે, ઓસ્ટ્રેલિયામાં દર વર્ષે 40-45 ટનની માગ હોવા છતાં, મુંબઈના રેડિયેશન પ્લાન્ટ બંધ હોવાથી નિકાસ અટકી ગઈ છે.આ વર્ષે કેરીની નિકાસની સીઝન માત્ર 20-25 દિવસ જ ચાલી તાલાલા ગીરની કેસર કેરીની નિકાસની સીઝન સામાન્ય રીતે 60-65 દિવસ ચાલે છે. પરંતુ આ વર્ષે માત્ર 20-25 દિવસ જ ચાલી છે. હવે 1 જૂનથી 15 જૂન સુધી કચ્છની કેસર કેરીનું એક્સપોર્ટિંગ ચાલુ છે. રશિયા-યુક્રેન યુદ્ધની અસર અને ચીનમાં પણ નિકાસ પ્રભાવિત થઈ છે. સાથે સાથે તાલાલા માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીનો વેપાર ઘટ્યો છે.

(10:39 PM IST)