તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Sunday, 8th June 2025
વેરાવળ-પાટણમાં 15 મહિનાથી વિકાસકાર્યો ઠપ્પ : 500 કરોડના વ્યવહારો અટવાયા: આંદોલનની ચીમકી
છેલ્લા 15 મહિનાથી તમામ બાંધકામ પરવાનગીઓ અને વિકાસ કાર્યો સંપૂર્ણપણે બંધ: આઉટ ગ્રોથ એરિયા SUDA અને 12 નવા ગામોની લેઆઉટ તથા સબ-પ્લોટની ફાઈલો ટાઉન પ્લાનિંગ ઓફિસમાં પેન્ડિંગ

સોમનાથ અર્બન ડેવલપમેન્ટ અથોરીટીની રચના થયા બાદ વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા વિસ્તારમાં આસપાસના 12 ગામોનો તેમાં ઉમેરો કરવામાં આવ્યો છે. આ વિસ્તારમાં ઝોનિંગ થયા બાદ જ બાંધકામની મંજૂરીઓ આપવામાં આવશે અને કામગીરી શરૂ કરવામાં આવશે તેવી સ્થિતિ ઉભી થઇ છે.
આ અંગે બિલ્ડર્સ, સિવિલ એન્જીનીયર્સ અને વકીલોની બેઠક મળી હતી જેમાં જનઆંદોલન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે જ મુખ્યમંત્રીને પત્ર લખીને આ મામલે તાત્કાલિક હસ્તક્ષેપ કરવાનો આગ્રહ કરવામાં આવ્યો છે.
બિલ્ડર્સ એન્ડ લેન્ડ એસોસિએશનના ઉપપ્રમુખ અશોક ગદાના જણાવ્યા મુજબ વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા વિસ્તારમાં છેલ્લા 15 મહિનાથી તમામ બાંધકામ પરવાનગીઓ અને વિકાસ કાર્યો સંપૂર્ણપણે બંધ છે. આ ઉપરાંત વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાના આઉટ ગ્રોથ એરિયા SUDA અને 12 નવા ગામોની લેઆઉટ તથા સબ-પ્લોટની ફાઈલો ટાઉન પ્લાનિંગ ઓફિસમાં પેન્ડિંગ છે.
500 કરોડના વ્યવહારો અટકી ગયા તમામ બાંધકામ પરવાનગીઓ બંધ હોવાના કારણે છેલ્લા 15 મહિનાથી વિકાસ કાર્યો સંપૂર્ણપણે અટકી ગયા છે. અંદાજે 500 કરોડના વ્યવહારો અટકી ગયા છે. આ પરિસ્થિતિએ બેંક લોન અટકાવી છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ અરજી કરી શકતા નથી. વિસ્તારમાં કૃત્રિમ મંદી ઉભી થઇ છે.
(11:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
