News of Sunday, 8th June 2025
લીલાપર પાસે દેશી દારૂના કાચા માલના 6 બેરલ ભરેલા મળ્યા, પોલીસે નાશ કર્યો.
સ્થાનિકોએ આનો ફોટો અને વીડિયો લઈ સ્થાનિક પોલીસ ઉપરાંત સ્ટેટ મોનીટરીંગ સેલમાં પણ ફરિયાદ કરી હતી

પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી :મોરબીના લીલાપર ગામ પાસે ગીતાંજલી પાર્ટી પ્લોટથી આગળ ખરાબાની જગ્યામાં દેશી દારૂ બનાવવા માટે ત્યાં કાચો માલ ભરેલા 6 બેરલ પણ કોઈ અજાણ્યા શખ્સોએ મુક્યા હતા. સ્થાનિકોએ આનો ફોટો અને વીડિયો લઈ સ્થાનિક પોલીસ ઉપરાંત સ્ટેટ મોનીટરીંગ સેલમાં પણ ફરિયાદ કરી હતી. જેથી સ્થાનિક પોલીસે આવી આ કાચા માલનો નાશ કરી આગળની તપાસ હાથ ધરી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.
(11:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
