News of Monday, 9th June 2025
કચ્છના રાપર પંથકમાં ૫૦ થી વધુ ગાયોના મોતથી હાહાકાર
ભેળસેળવાળું ભૂસું ખાતા મોત નીપજ્યાનું પ્રાથમિક કારણ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા. ૯: કચ્છમાં એક સામટી ૫૦ થી યે વધુ ગૌમાતાના મોતે હાહાકાર સર્જ્યો છે. મળતક પશુઓમાં ભેંસનો પણ સમાવેશ હોવાનું અને મળત્યુ આંક વધુ હોવાનું મનાઈ રહ્યું છે. વિગતો મુજબ રાપર તા.ના ખડીર પંથકના આસપાસના ૧૦ જેટલા ગામોમાં છેલ્લા ૮ દિવસમાં દુધાળી ગાયો અને ભેંસોએ ભૂસું ખાધું છે એમાં ૫૦ થી યે વધુના મોત નિપજ્યા છે હજી અનેક બીમાર હોવાના સમાચાર છે. આ બાબતે સ્થાનિક પશુ ચિકિત્સક દ્વારા પશુઓના મોતની પુષ્ટિ કરાઈ છે અને શંકાસ્પદ ભેળસેળિયું ભૂસાનું સેમ્પલ લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યું છે. મળતક પશુઓના પીએમ કરવાની તજવીજ પણ હાથ ધરાઈ છે. તેમ જ હવે આ સમગ્ર મામલે પોલીસે પણ તપાસમાં ઝુકાવ્યું છે.(૬.૬)
(10:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
