News of Monday, 9th June 2025
પતિના બાઇક પાછળથી પડી જતાં રાંદલ દડવાના રંજનબેન બરવાડીયાનું મોત
સારવાર દરમિયાન રાજકોટની હોસ્પિટલમાં મૃત્યુઃ પરિવારમાં શોક

રાજકોટ તા. ૯: કુંકાવાવ તાબેના રાંદલ દડવા ગામે રહેતાં વૃધ્ધાનું પતિના બાઇક પાછળથી પડી જતાં ગંભીર ઇજા થવાથી મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
જાણવા મળ્યા મુજબ રાંદલ દડવા ગામે રહેતાં રંજનબેન ગીરધરભાઇ બરવાડીયા (ઉ.વ.૬૫) ગઇકાલે પતિ ગિરધરભાઇના બાઇક પાછળ બેસીને વાદડીયા ગામે ગયા હતાં. ત્યાંથી પરત બંને દડવા આવી રહ્યા હતાં ત્યારે બાબરા ચરખડી વચ્ચેના રસ્તા પર તેઓ રોદો આવતાં બાઇક પાછળથી પડી જતાં ગંભીર ઇજા થતાં બાબરા સારવાર અપાવી રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તેમનું મૃત્યુ થયું હતું. ખાનગી હોસ્પિટલ મારફત જાણ થતાં ભક્તિનગર પોલીસે પ્રાથમિક કાર્યવાહી કરી હતી.
(10:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
