તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 9th June 2025
કુંકાવાવ લુણીધરના ભાયાભાઇ બગડાને વિજકરંટ લાગ્યોઃ ગંભીર
ઘરે કડીયા કામ ચાલતુ હોઇ બોર્ડમાં છેડા દેતી વખતે બનાવ

રાજકોટ તા. ૯: અમરેલીના કુંકાવાવના લુણીધર ગામે રહેતાં ભાયાભાઇ લખુભાઇ બગડા (ઉ.વ.૬૦)ને ઘરે વિજકરંટ લાગતાં ગંભીર હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. તેમને સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. પોતે એક બહેન અને પાંચ ભાઇમાં વચેટ છે. તેઓ ખેતી કરી ગુજરાન ચલાવે છે. ઘરે કડીયાકામ ચાલુ હોઇ વિજબોર્ડમાં લાઇટના છેડા ભરાવવા જતાં કરંટ લાગ્યાનું સગાએ કહ્યું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે વડીયા પોલીસને જાણ કરી હતી. (૧૪.૫)
(10:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
