<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th June 2025

સાણથલીના પોસ્‍ટમેન મુકેશભાઇ રાજ્‍યગુરૂનું હૃદય બેસી જતાં મોત

વાસાવડ પોસ્‍ટ ઓફિસમાં નોકરી કરતાં હતાં: રાજકોટમાં સારવારમાં દમ તોડયો

રાજકોટ તા. ૯: જસદણના સાણથલી ગામે રહેતાં અને ગોંડલના વાસાવડમાં પોસ્‍ટમેન તરીકે ફરજ બજાવતાં મુકેશભાઇ શીવશંકર રાજ્‍યગુરૂ (ઉ.વ.૫૭) પોતાના ઘરે હતાં ત્‍યારે બેભાન થઇ જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તેમણે સારવાર દરમિયાન દમ તોડી દેતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો.

બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, તોૈફિકભાઇ, ધર્મેન્‍દ્રભાઇ અને શક્‍તિસિંહે આટકોટ પોલીસને કરી હતી. મૃત્‍યુ પામનાર મુકેશભાઇ ચાર ભાઇમાં ત્રીજા હતાં. સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. હાર્ટએટેક આવી ગયાનું પરિવારજનોએ જણાવ્‍યું હતું. (૧૪.૫)

(10:55 AM IST)