<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th June 2025

બામણબોર પાસે ‘હિટ એન્‍ડ રન': પેટ્રોલ પંપના ફિલરમેન દિનેશભાઇનું મોત

રાત્રે રસ્‍તો ઓળંગતા હતાં ત્‍યારે અજાણ્‍યો વાહનચાલક ઠોકરે લઇ ભાગી જતાં સારવાર દરમિયાન મૃત્‍યુઃ બામણબોરના રોજાસરા પરિવારમાં શોકની કાલીમા

 

રાજકોટ તા. ૯: બામણબોર નજીક હિટ એન્‍ડ રનના બનાવમાં બામણબોર રહેતાં અને પેટ્રોલ પંપમાં ફિલરમેન તરીકે નોકરી કરતાં યુવાનનું ગંભીર ઇજા થતાં મોત નિપજ્‍યું હતું.

જાણવા મળ્‍યા મુજબ બામણબોરમાં રહેતાં દિનેશભાઇ વાઘજીભાઇ રોજાસરા (ઉ.વ.૪૦) નામના યુવાન રાતે નવેક વાગ્‍યે રાજકોટ-અમદાવાદ હાઇવે પર ઓપ્‍પો પૂજારાના હોર્ડિંગ નજીક રસ્‍તો ઓળંગી રહ્યા હતાં ત્‍યારે કોઇ અજાણ્‍યા વાહનનો ચાલક ઠોકરે લઇ ભાગી જતાં ગંભીર ઇજા થતાં ૧૦૮ મારફત સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવેલ. પરંતુ અહિ ટુંકી સારવારને અંતે મૃત્‍યુ થતાં પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી.

હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, તોૈફિકભાઇ, ધર્મેન્‍દ્રભાઇ, શક્‍તિસિંહે જાણ કરતાં એરપોર્ટ પોલીસે કાર્યવાહી કરી હતી. મૃત્‍યુ પામનાર દિનેશભાઇ જ્‍યાં બનાવ બન્‍યો ત્‍યાં નજીકમાં જ આવેલા પેટ્રોલ પંપમાં ફિલરમેન તરીકે નોકરી કરતાં હતાં. તે રસ્‍તો ઓળંગી રહ્યા હતાં ત્‍યારે બનાવ બન્‍યો હતો. તે ત્રણ બહેન અને બે ભાઇમાં ચોથા હતાં. સંતાનમાં બે પુત્રો છે જેણે પિતાની છત્રછાંયા ગુમાવી છે. એરપોર્ટ પોલીસે મૃતકના નાના ભાઇ સંજયભાઇની ફરિયાદ પરથી અજાણ્‍યા વાહન ચાલક સામે ગુનો નોંધવા તજવીજ કરી હતી. (૧૪.૫)

(10:56 AM IST)