તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 9th June 2025
ધ્રોલમા પરણીત મહીલા પોતાની બે વર્ષની બાળકી સાથે લાપતા...!!
ધ્રોલના ગાયત્રીનગર વિસ્તારનો બનાવઃ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલઃ તા. ૯, ધ્રોલના ગાયત્રીનગરમાં રહેતી પૂજાબેન લક્ષ્મણભાઈ રાઠોડ ઉ.વ્. ૨૨ નામની પરિણીતા તેમની બે વર્ષની દીકરી નેન્સી સાથે ગત તારીખ ૩/૬/૨૦૨૫ ના રોજ ઘરેથી કોઈને કહ્યા વગર ચાલી ગયાનું પતિ લક્ષ્મણભાઈ રાઠોડ જાતે.દેવીપૂજક એ પોલીસમાં જાહેર કર્યું છે.
પોલીસમાં જાહેર કરેલ વિગતો મુજબ ધ્રોલના ગાયત્રીનગરના રહેતા લક્ષ્મણભાઈએ જણાવ્યું છે કે, ગત તા. ૩ ના રોજ બપોરથી રાત્રીના ૮ વાગ્યા સમય દરમ્યાન પત્ની પુજા અને બાળકીને સાથે રાખીને ધરેથી જતી રહેતા પહેલા તો આજુબાજુ સગા સંબંધીઓ તથા તપાસ કરતા આજ સુધી મળી આવ્યા ન હોય જેથી ધ્રોલ પોલીસમાં ગુમ નોંધની જાણ કરવામાં આવી હતી જેની તપાસ પોલીસ હેડ કોસ્ટેબલ એ.જે. જાડેજાએ વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા તપાસના ચક્રોગતિમાન કર્યા છે અને બે વર્ષની બાળકી સાથે પત્ની ગુમ થયાની પોલીસ ફરીયાદ નોંધાઈ છે.
(12:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
