<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th June 2025

ભેંસાણ પંથકમાં ખાટલા અને ઓટલા બેઠકોથી ભાજપનો પ્રચાર કરતા બ્રિજેશ મેરજા

રાજકોટઃ વિસાવદર વિધાનસભાની પેટા ચુંટણી સંદર્ભે રાજયના ભુતપુર્વ પંચાયત મંત્રી શ્રી બ્રિજેશ મેરજા ભેંસાણ પંથકમાં વિવિધ માધ્‍યમોથી જનસંપર્ક કરી ભાજપના ઉમેદવાર શ્રી કિરીટ પટેલને જીતાડવા પ્રચાર કરી રહયા છે. ઉપરોકત તસ્‍વીર બામણગઢ ગામની છે. જયાં ખોડીયાર મંદીર પાસે કાર્યકરો અને મતદારો સાથે ઓટલા બેઠક યોજી હતી. આ જ ગામના ખેડુત શ્રી આણંદબાપા સાથે ઓટલે બેસી રાજકારણ, ખેતી, ગ્રામ્‍ય જીવન અને ભાજપ સરકારની ખેડુતલક્ષી યોજનાઓની વાત કરી હતી. (૪.૨૬)

(12:14 PM IST)