News of Monday, 9th June 2025
હળવદમાં પૂ.દયાનંદગીરીજી મહારાજના સ્મરણાર્થે બ્રહ્મચોર્યાસીઃ ઋષિકુમારો દ્વારા મંત્રોચ્ચાર

( દીપક જાની દ્વારા ) હળવદ : છોટી કાશી તરીકે પ્રખ્યાત હળવદમાં બ્રહ્મચોર્યાસીનું અનેરું મહત્વ છે ત્યારે ભૂપેન્દ્રભાઈ પ્રેમશંકર ભાઈ જાની અને વિપુલભાઈ મણિલાલભાઈ દવે દ્વારા ચરાડવા મહાકાળી આશ્રમના તપસ્વી સંત અને મહંત પરમ પૂજ્ય ગુરુ શ્રી દયાનંદગીરીજી મહારાજના પુણ્ય સ્મરણાર્થે બ્રહ્મચોર્યાસી રવિવારે સાંજે બ્રાહ્મણની ભોજન શાળા ખાતે રાખવામાં આવી હતી. પરંપરાગત રીતે ચોર્યાસીના દાતા અને મહાકાળી આશ્રમના નાનાબાપુ તરીકે જાણીતા પૂજ્ય અમરગીરીજી મહારાજને ભૂદેવો દ્વારા મંત્રો સાથે સંકલ્પ કરાવીને ભોજન માટે બેઠેલ પંગતના દર્શન કરીને ભોજન શરૂ કરાયું હતું. બ્રહ્મચોર્યાસીમાં મોટી સંખ્યામાં લોકોએ પ્રસાદ લીધો હતો. બ્રહ્મચોર્યાસીની સાથે સાથે શરણેશ્વર વૈદિક પાઠશાળા ના ઋષિકુમારો એ મંત્રોચારનું પઠન કર્યું હતું અને પૂજ્ય સાધુ સંતો દ્વારા પૌરાણિક ભજનો અને સંતવાણી ચાલતી હતી જેનાથી ભક્તિમય વાતાવરણ બની ગયું હતું. (તસ્વીરઃ અહેવાલઃ દીપક જાની-હળવદ)
(12:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
