News of Monday, 9th June 2025
વિસાવદર પંથકમાં અલ્પેશ ઢોલરીયાની આગેવાનીમાં પ્રચાર કાર્ય

ગોંડલ, તા.૯: વિસાવદર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપનો વિજય નિશ્ચિત કરવા માટે રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખશ્રી અલ્પેશભાઈ ઢોલરીયા જહેમત ઉઠાવી રહયા છે. ભાજપની એક યાદીમાં જણાવ્યા મુજબ ઉપપ્રમુખશ્રી પ્રફુલભાઈ ટોળીયા સહિત જિલ્લા ભાજપની સંપૂર્ણ ટીમ ભાજપના ઉમેદવારને ભવ્ય વિજય અપાવવા કટિબદ્ધ છે.
શ્રી ઢોલરીયા દ્વારા આ ચૂંટણી માટે દરેક બૂથ અને દરેક મતદાર સુધી પહોંચવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. ભાજપના કાર્યકરો અને વિવિધ મોરચાના સભ્યો, જેમાં યુવા મોરચો, મહિલા મોરચો, કિસાન મોરચો સહિતના કાર્યકરો ખભે ખભા મિલાવીને કાર્ય કરી રહ્યા છે.
આ પ્રચાર અભિયાનમાં ભાજપના કાર્યકરો દ્વારા મતદારોને મળતી વિવિધ યોજનાઓથી ઘર આંગણે મળતી સરકારી સેવાઓ વિશે માહિતગાર કરવામાં આવી રહ્યા છે. વિસાવદરની જનતા ભાજપને વિજયી બનાવશે. તેવો વિશ્વાસ દર્શાવ્યાનું રાજકોટ જીલ્લા પ્રેસ મીડિયા ઇન્ચાર્જશ્રી રાજેશભાઈ ગોંડલીયા અને સહ-ઇન્ચાર્જશ્રી પ્રકાશભાઈ સોલંકીની યાદી જણાવે છે. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)
(12:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
