<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th June 2025

અમરેલી જીલ્લાની સિટી સર્વે ઓફિસમાં સ્‍ટાફના અભાવે અરજદારો હેરાનઃ વિરજીભાઇ ઠુંમર

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા તા.૯: અમરેલી જિલ્લાની સિટી સર્વે ઓફિસની મુલાકાત લઇને શ્રી ઝાલાને મળ્‍યા હતા.

અમરેલી જિલ્લાનું ૮૬ નું સેટઅપ છે તે પૈકી માત્ર ૩૫% જેવી જગ્‍યાઓ મુળ મહેકમ ૩૬ જાઓ ભરેલી છે, ૫૦ જગ્‍યાઓ ખાલી હોવાને કારણે લોકોની પરેશાની વધી છે. પ્રોપર્ટીકાર્ડ ફરજીયાત બન્‍યા છે અને જે પ્રોપર્ટીકાર્ડ ની ચકાસણી કરે તેવી જિલ્લાની વર્ગ-૩ સર્વેયરની કુલ જગ્‍યા ૪૪ પૈકી ૧૮ જગ્‍યાઓ ભરેલી છે, ૨૬ જગ્‍યાઓ ખાલી છે એટલે કોઇ અરજદાર દામનગર, લીલીયા, ખાંભા જાય કે સિટી સર્વેની કોઇ ઓફિસમા જાય તો ૨૭ઓફિસ પૈકી ૬ જગ્‍યાઓ ભરાયેલી છે બાકીની ૨૧ ઓફિસો ચાર્જમા ચાલે છે અને તેમા ૨ સર્વેયર નવા ટ્રેનિંગમા છે એટલે ૨૩ ઓફિસો ખાલીખમ છે. વર્ગ-૪ ની ઓફિસ આસીસ્‍ટ્‍ન્‍ટ (પ્‍યુન) ની ૧૫ જગ્‍યાઓ પૈકી કોઇ પ્‍યુન ન હોય ઓફિસ ખુલતી નથી, આ ભાજપની સરકાર છે. અને તેમાંય વડાપ્રધાનશ્રી કચ્‍છમાં આવે તો સર્વેયર નું તે દિવસનું લીલીયા જવાનો સમય નક્કી હોય અને બસ ભરીને કચ્‍છમાં જવું પડે તો લોકોને સર્વેયર મળી શકતા નથી.

બીજો મહિનો આવે ત્‍યારે સર્વેયર ને કોર્ટની તારીખ હોય અથવા પ્રાંતની તારીખ હોય તો ત્‍યાં હાજર રહેવું પડે છે તેના કારણે ઓફિસે જઈ શકતા નથી અને લોકોને ધરમના ધક્કા થાય છે. ત્રીજો મહિનો આવે અને રજાનો દિવસ આવે ત્‍યારે પણ લોકોને ધરમના ધક્કા થતા હોય છે, ત્‍યાર પછીના મહિનાએ બીજા કોઇ કારણોસર ન જઈ શકે તો અરજદારોને ધરમધક્કા થાય છે.

આમ, દરેક વખત લોકોને સર્વેયર ન મળે તો જીંદગીમા એક વખત મીલકત ખરીદવાની તક મળી છે તેનું પ્રોપર્ટી રજીસ્‍ટ્રેશન થતું નથી અને તેઓને લોન કરવી છે તે લોન લઈ શકતા નથી, આ ભાજપ સરકારનો અરિસો છે, ચુંટાયેલા ધારાસભ્‍યો, જિલ્લા પંચાયત સાંસદ આપ શું કરી રહ્યા છો? તેવો વેધક સવાલ શ્રી
વિરજીભાઇ ઠુંમરે અમરેલી જિલ્લાની જનતા વતી ચુંટાયેલા પાંખ ને પુછયો હતો.

(1:14 PM IST)