News of Monday, 9th June 2025
પોરબંદર કાંઠે બોટો રાખવા માટે જગ્યા ટૂંકી પડી
૩૧મી મેથી ફિશીંગ સીઝન પૂર્ણઃ ચોમાસામાં માછીમારો દરિયો ખેડતા નથી : ક્રેઇનની મદદથી નજીકમાં રોડ સાઇડ બોટો રાખવી પડીઃ બંદર કાંઠે ૧૪૦૦ બોટોની ક્ષમતા સામે ૫ હજાર બોટોની સંખ્યાઃ બંદર ચોકીથી અસ્માવતી ઘાટ સુધી બોટોના ખડકલા

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા.૯: ફિશીંગ સીઝન પુરી થતા દરિયામાંથી પરત આવેલી બોટોના બંદરકાંઠે ખડકલા જોવા મળે છે. બંદરકાંઠે ૧૪૦૦ બોટ રાખવાની જગ્યા છે જયારે ફિશરીઝ વિભાગમાં ૫ હજાર જેટલા બોટોનું રજીસ્ટ્રેશન છે. દર વર્ષે ચોમાસા દરમ્યાન માછીમારી સીઝન પૂર્ણ થાય છે અને માછીમારો દરિયો ખેડવાનું બંધ કરે છે.
ફિશીંગમાંથી પરત આવેલી બોટો કાંઠે ચડાવી દેવામાં આવે છે. બંદરકાંઠે બોટો રાખવા માટે જગ્યા ટુંકી પડતા મોટાભાગની બોટોને ક્રેઇનની મદદથી રોડ સાઇડ મુકવામાં આવી રહી છે.
બંદર ચોકીથી અસ્માવતી ઘાટ સુધી રોડ સાઇડ પાર્ક કરેલી બોટો રાખવામાં આવી છે. જેના કારણે રોડ ઉપર ટ્રાફિક પ્રશ્ન રહે છે. તંત્ર દ્વારા બંધ ફિશીંગ સીઝનમાં બોટો રાખવા માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગણી ઉઠી છે.
કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલા બાદ સલામતી હેતુ દરિયામાં તે વખતે ફિશીંગ કરતી બોટોને ફિશરીઝ વિભાગ દ્વારા પરત બોલાવી લેવામાં આવી હતી તેમજ દરિયામાં લો-પ્રેશરની અસર જણાતા આ વર્ષે ફિશીંગ સીઝન વહેલીપૂર્ણ કરી દેવામાં આવી છે.
(1:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
