<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th June 2025

હળવદમાં પ્રકાશ પરમારને કુટુંબી ભાઇ જયેશે છરી ઝીંકી

પિતાને ગાળો દીધી હોઇ સમજાવતાં હુમલો કર્યાનો આક્ષેપ

રાજકોટ તા. ૯ હળવદમાં બસ સ્‍ટેશન પાસે રહેતો પ્રકાશભાઇ મગનભાઇ પરમાર (ઉ.વ.૩૫) નામના યુવાનને તેની બાજુમાં જ રહેતાં કુટુંબી ભાઇ જયેશ કાળુભાઇ પરમારે ઝઘડો કરી છરીથી ઇજા પહોંચાડી પથ્‍થરમારો કરી ઘાયલ કરતાં હળવદ સારવાર લઇ રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે હળવદ પોલીસને જાણ કરી હતી.

પ્રકાશભાઇના કહેવા મુજબ પોતે ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવે છે. તેના પિતા ઘરે હતાં ત્‍યારે પડોશમાં રહેતો કુટુંબીભાઇ જયેશ ગાળો બોલતો હોઇ પિતાએ સમજાવતાં તેની સાથે માથાકુટ કરી હતી. પોતે ઘરે આવતાં આ બનાવની જાણ થતાં તેણે સરા રોડ પર સતનામ કોમ્‍પલેક્ષ પાસે જયેશ મળી જતાં શા માટે પિતા સાથે ઝઘડો કર્યો? તેમ પુછતાં ઉશ્‍કેરાઇ જઇ હુમલો કર્યો હતો. હળવદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(1:19 PM IST)