<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th June 2025

પૂ. મુકતાનંદબાપુ દ્વારા ગુપ્તપ્રયાગ ખાતે ૧૦૮ દિવસનો ભગવતી માં ગાયત્રી મહાયજ્ઞ અનુષ્‍ઠાનનો પ્રારંભ

કાલે ચાપરડા બ્રહ્માનંદધામમાં સમસ્‍ત બ્રહ્મસમાજની બ્રહ્મચોર્યાસી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૯ :.. ભારત સાધુ સમાજના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ તેમજ શ્રી શભુપંચ અગિ્ન અખાડાના સભાપતિ સમાજ સેવાના ભેખધારી ક્રાંતિકારી સંત પૂ. મુકતાનંદબાપુ દ્વારા તા. ૬ જૂનથી ર૧ સપ્‍ટે. સુધી ૧૦૮ દિવસ ગુપ્ત પ્રયાગ દેલવાડા ખાતે ભગવતી માં ગાયત્રી મહાયજ્ઞ અનુષ્‍ઠાનનો પ્રારંભ કરી રહેવા છે.

તે પૂર્વે આ બ્રહ્મચોયાર્સીનું આવતીકાલે મંગળવારના રોજ સાંજે પ-૩૦ કલાકે બ્રહ્માનંદધામ  ચાપરડા ખાતે આયોજન કરાવ્‍યું છે. તો આ પાવન પ્રસંગે વિસાવદર તાલુકા  તેમજ બિલખા અને તેમના ગ્રામ્‍ય વિસ્‍તારના ભુદેવો સહ પરિવાર ભોજન પ્રસાદનો લાભ લેવા પૂ. મુકતાનંદબાપુએ નિમંત્રણ પાઠવ્‍યું છે. આ તકે સમાજના અગ્રણીઓનું વકતવ્‍ય તેમજ સંતો-મહંતો તેમજ પૂ. મુકતાનંદબાપુ આશિવર્ચન આપશે. વધુ માહિતી માટે ગીજુભાઇ વિકમાનો મો. નં. ૯૯૦૯૭ ૦રપપર સંપર્ક સાધવો.

 

(1:39 PM IST)