તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Monday, 9th June 2025
લાલપુર તાલુકાના પડાણા ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટે ક્રિષ્નાબા જાડેજાએ ઉમેદવારી નોંધાવી
સ્વ. મનુભા કાથડજી જાડેજાના પૌત્રી ક્રિષ્નાબા મેહુલસિંહ જાડેજાએ સમર્થકો સાથે તાલુકા પંચાયત કચેરી ખાતે આર.ઓ. સમક્ષ ઉમેદવારી પત્ર રજૂ કર્યું

મુકુંદ બદીયાણી દ્વારા, જામનગર, ૦૯ જૂન ૨૦૨૫: લાલપુર તાલુકાના પડાણા ગ્રામ પંચાયતની આગામી ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. સરપંચ પદ માટે ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત કરી દીધી છે. આ ક્રમમાં, આજે સ્વર્ગસ્થ મનુભા કાથડજી જાડેજાના પૌત્રી ક્રિષ્નાબા મેહુલસિંહ જાડેજાએ પોતાના સમર્થકોના વિશાળ કાફલા સાથે લાલપુર ખાતે આવેલ તાલુકા પંચાયત કચેરીમાં હાજરી આપી હતી.
ક્રિષ્નાબા જાડેજાએ રીટર્નિંગ ઓફિસર (R.O.) સમક્ષ સરપંચ પદ માટે પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું. આ પ્રસંગે તેમના સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જે આગામી ચૂંટણીમાં તેમના મજબૂત દાવેદારીના સંકેત આપે છે. (તસવીર: કિંજલ કારસરીયા, જામનગર)
(3:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
