તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Monday, 9th June 2025
ધ્રોલ તાલુકાની ૧૦ ગ્રામ પંચાયતો ચૂંટણી પહેલા જ 'સમરસ' જાહેર : ગ્રામીણ એકતા અને સહમતિનું ઉત્તમ ઉદાહરણ
ખાખરા, ડાંગરા, જાબીડા સહિત ૧૦ ગામોમાં સરપંચ અને સભ્યોની સર્વસંમતિથી પસંદગી : ચૂંટણી પ્રક્રિયાનો ખર્ચ અને સમય બચાવ્યો

સંજય ડાંગર દ્વારા, ધ્રોલ, ૦૯ જૂન ૨૦૨૫: આગામી ગ્રામ પંચાયત ચૂંટણી પહેલા જ ધ્રોલ તાલુકામાંથી એક સુખદ સમાચાર સામે આવ્યા છે. તાલુકાની કુલ ૧૦ ગ્રામ પંચાયતોને ચૂંટણી પહેલા જ સમરસ જાહેર કરવામાં આવી છે, એટલે કે આ ગામોમાં સરપંચ અને સભ્યોની પસંદગી સર્વસંમતિથી કરવામાં આવી છે અને હવે ચૂંટણી યોજવાની જરૂર રહેશે નહીં.
નીચે મુજબના ગામો સમરસ બન્યા છે:
* ખાખરા
* ડાંગરા
* જાબીડા
* ગઢડા
* પીપરટોડા
* બીજલકા
* નાના ગરેડીયા
* હાડાટોડા
* મોટા વાગુદડ
* હરીપર
આ ગામોમાં સમરસ થવાને કારણે ચૂંટણી પ્રક્રિયાનો ખર્ચ અને સમય બચશે, તેમજ ગામમાં ભાઈચારો અને એકતાનું વાતાવરણ જળવાઈ રહેશે.
(3:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
