News of Monday, 9th June 2025
જામનગરમાં કોરોનાનો ગ્રાફ સરસડાટ ઉપર ચડ્યો : છેલ્લા 24 કલાકમાં, આજે વધુ ૧૧ નવા કેસ નોંધાતા કુલ સક્રિય કેસનો આંક 55 પર પહોંચ્યો : 4 દર્દીઓને ડિસ્ચાર્જ અપાયો : તંત્ર એલર્ટ
શહેરના ડેન્ટલ કોલેજ, સમર્પણ ક્વાટર, ૫૮ દિગ્વિજય પ્લોટ, આર્ય સમાજ સ્કૂલ, લીમડા લાઇન, ઓશવાળ ગર્લ્સ બિલ્ડીંગ, પટેલ કોલોની, હવાઈ ચોક, વાલકેશ્વરી, કુબેર પાર્ક અને સંદીપ સોસાયટી સહિતના વિવિધ વિસ્તારોમાંથી સંક્રમિત દર્દીઓ મળી આવ્યા : કોરોનાની સ્થિતિ ચિંતાજનક બનતા તકેદારી રાખવા અપીલ

મુકુંદ બદીયાણી દ્વારા, જામનગર, ૦૯ જૂન ૨૦૨૫: જામનગરમાં કોરોના વાયરસના કેસોમાં ફરી એકવાર ચિંતાજનક ઉછાળો જોવા મળ્યો છે. આજે, ૯ જૂન ૨૦૨૫ના રોજ, જામનગર મહાનગરપાલિકા દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, કોરોનાના વધુ ૧૧ નવા કેસ નોંધાયા છે, જેના પગલે શહેરના કુલ સક્રિય (એક્ટિવ) કોવિડ કેસનો આંકડો વધીને 55 પર પહોંચ્યો છે. કોરોનાનો ગ્રાફ ફરીથી ઉપર ચડતા આરોગ્ય તંત્ર અને શહેરીજનોમાં સાવચેતીનો માહોલ છવાયો છે.
મહાનગરપાલિકા દ્વારા અપાયેલી માહિતી અનુસાર, આજે કોવિડના કુલ ૪ દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે, જ્યારે અત્યાર સુધીમાં કુલ ૨૫ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં, ૫૫ જેટલા કોવિડ સંક્રમિત વ્યક્તિઓ હોમ આઇસોલેશન હેઠળ સારવાર લઈ રહ્યા છે. આ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ 80 કોરોના નાં કેસ નોંધાયા છે.
હાલમાં જ મળેલા આંકડા મુજબ, જામનગરમાં કોરોનાના કેસોમાં ઉછાળો જોવા મળ્યો છે, જ્યાં આજે (૯ જૂન ૨૦૨૫) વધુ ૧૧ નવા કેસ નોંધાયા છે. આ કેસો શહેરના વિવિધ વિસ્તારોમાંથી સામે આવ્યા છે, જેમાં ડેન્ટલ કોલેજ (પુરુષ, ૨૨), સમર્પણ ક્વાટર (સ્ત્રી, ૧૭), ૫૮ દિગ્વિજય પ્લોટ (પુરુષ, ૪), આર્ય સમાજ સ્કૂલ (પુરુષ, ૨૩), લીમડા લાઈન (સ્ત્રી, ૪૫), ઓશવાળ ગર્લ્સ બિલ્ડીંગ (સ્ત્રી, ૪૦), પટેલ કોલોની (સ્ત્રી, ૩૩), હવાઈ ચોક (સ્ત્રી, ૪૦), વાલકેશ્વરી (સ્ત્રી, ૪૧), કુબેર પાર્ક (પુરુષ, ૪૧) અને સંદીપ સોસાયટી (પુરુષ, ૨૮) નો સમાવેશ થાય છે. આ નવા કેસો સાથે શહેરના કુલ સક્રિય કોવિડ કેસ ૮૦ પર પહોંચી ગયા છે, જ્યારે આજે ૪ દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. કુલ ૨૫ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને ૫૫ વ્યક્તિઓ હોમ આઇસોલેશનમાં છે.
શહેરમાં વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને, મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને કોવિડ-૧૯ સંબંધિત તમામ નિયમોનું પાલન કરવા, માસ્ક પહેરવા, સામાજિક અંતર જાળવવા અને સેનિટાઈઝેશનનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે. તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરી સાવચેતીના પગલાં ભરવામાં આવી રહ્યા છે.
(5:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
