<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th June 2025

અમરેલીના રાજુલા નજીક કારખાનામાં આગ ભભૂકી :6 ફાયર બ્રિગેડની ટીમને બોલાવાઈ:કારખાનાની દીવાલ ધરાશાયી

કારખાનામાં શોટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન :મામલતદાર અને પોલીસની ટીમો ઘટના સ્થળે પહોચી

અમરેલીના રાજુલા નજીક કારખાનામાં લાગેલી આગને કાબૂમાં લેવા આસપાસની 6 ફાયર બ્રિગેડની ટીમને બોલાવાઈ છે. રાજુલા નજીક કારખાનામાં આગ લાગી છે. હિંડોરણા ડાઈપર બનાવવા કારખાનામાં આગ લાગી છે. આગમાં કારખાનાની દીવાલ થઇ ધરાશાયી થઈ છે. આગ બેકાબુ બનતા ચારે તરફ આગ ભભૂકી ઉઠી છે   રાજુલા અને પીપાવાવ ફાયરવિભાગની ટીમ ઘટના સ્થળે હાજરછે 

  કારખાનામાં શોટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. આગની જાણ થાતાં  મામલતદાર અને પોલીસની ટીમો ઘટના સ્થળે પહોચી છે. આગ કાબુમાં લેવા માટે આસપાસના વિસ્તાર ફાયર ટીમો બોલાવાઇ છે. રાજુલા, જાફરાબાદ, પીપાવાવ પોર્ટ, સિન્ટેક્ષ કંપની, અલ્ટ્રાટેક કંપની સહિત 6 જેટલી ફાયર બ્રિગેડ બોલાવાઇ છે.

 

(8:44 PM IST)